Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:ગ્રહોના સાથથી ધન રાશિને મહેનતનું મીઠું ફળ મળશે, મકર અને કુંભ રાશિને પ્રમોશનના યોગ

    11 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 21 એપ્રિલ 2026, મંગળવારના રોજ વૈશાખ સુદ પાંચમ ​​​​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃષભ/મિથુન છે. રાહુકાળ બપોરે 03:48 થી 05:23 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- યુવા વર્ગને પોતાના કરિયર અથવા ભવિષ્ય સંબંધિત યોજનાઓને લઈને મહત્વપૂર્ણ જાણકારી મળશે. કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલાં તમારા પરિવારના સભ્યોની સલાહ ચોક્કસ લો. ચોક્કસપણે તમને શ્રેષ્ઠ સફળતા મળશે. નેગેટિવ- આ સમયે તમારા પર અતિશય કાર્યભારની સ્થિતિ રહેશે, જેના કારણે તમે તમારા વ્યક્તિગત જીવન પર વધુ સમય આપી શકશો નહીં. રૂપિયા-પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવા માટે સમય અનુકૂળ નથી. પરંતુ કોઈની સાથે સંબંધ પણ ન બગાડો. વ્યવસાય- વેપારમાં નવી યોજના પર અમલ કરવા માટે યોગ્ય સમય છે. નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થશે. યુવા વર્ગે પોતાના કરિયરમાં ખોટા લક્ષ્યની પસંદગી ન કરવી. પોતાની કોઈ પણ યોજના અથવા પ્રવૃત્તિઓનો ઉલ્લેખ નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકો સામે ન કરો. લવ- ઘરમાં કોઈ મુદ્દાને લઈને વિવાદની સ્થિતિ રહી શકે છે. કોઈ બહારની વ્યક્તિની સલાહ લેવાને બદલે બેસીને અંદરોઅંદર ઉકેલવાનો પ્રયાસ કરો. પ્રેમી-પ્રેમિકા વચ્ચે પરસ્પર સામંજસ્ય અને ભાવનાત્મક જોડાણ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય- ગળામાં કોઈ પ્રકારના ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. બેદરકારી ન રાખો અને યોગ્ય સારવાર લો. લકી કલર- પીળો લકી નંબર- 3 પોઝિટિવ- આજે સવારમાં જ તમારી દિવસભરની પ્રવૃત્તિઓનું આયોજન કરી લો. સમય અનુકૂળ છે. તમારા કાર્યો વ્યવસ્થિત રીતે પૂરા થતા જશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાંથી આજે રાહત મળશે. ઘરની સુખ-સુવિધાઓ સંબંધિત ખરીદીમાં પણ પરિવારજનો સાથે ખુશનુમા સમય પસાર થશે. નેગેટિવ- બપોર પછી પરિસ્થિતિઓ કંઈક પ્રતિકૂળ રહેશે. કોઈની સાથે વધુ વાદ-વિવાદ થવાની સ્થિતિ બની રહી છે, તેથી ખૂબ જ સાવધ અને સતર્ક રહો. કોઈ ખોટો નિર્ણય લેવાઈ જવાને કારણે તમારે તેનું નુકસાન પણ ભોગવવું પડી શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક કાર્યો કોઈપણ અવરોધ વગર પૂરા થતા જશે, ફક્ત તમારી કાર્યપ્રણાલીને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની જરૂર છે. માર્કેટિંગ તથા પેમેન્ટ વગેરે કલેક્ટ કરવામાં પણ સમય પસાર થશે, જે સકારાત્મક રહેશે. ઓફિસમાં કેટલાક મતભેદ ઊભા થઈ શકે છે. લવ- ઘરનું વાતાવરણ સુખદ અને સૌહાર્દપૂર્ણ બની રહેશે. પ્રેમી-પ્રેમિકાને મુલાકાતની તક મળશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરંતુ સમસ્યાઓને કારણે માથાનો દુખાવો અને માઈગ્રેન વધી શકે છે. લકી કલર- સફેદ લકી નંબર- 5 પોઝિટિવ- જો કોઈ વિશેષ કામ માટે દોડાદોડી કરવી પડે તો ચિંતા ન કરો, કારણ કે તમને વધુ સારા પરિણામો પણ મળવાના છે. કોઈ પણ મહત્વપૂર્ણ મુદ્દા પર મૂંઝવણની સ્થિતિમાં નજીકની વ્યક્તિનો સહયોગ પણ મળશે. સમય અનુકૂળ છે, પરંતુ સમયનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. નેગેટિવ- જો કોઈ જમીન સંબંધિત વિવાદ ચાલી રહ્યો હોય, તો શાંતિથી ઉકેલ લાવો. ધ્યાન રાખો કે કોઈ જૂના મુદ્દાઓ યાદ કરવાથી દિનચર્યા કંઈક અસ્તવ્યસ્ત પણ રહી શકે છે. વધુ સારું રહેશે કે વ્યર્થની વાતો પર ધ્યાન ન આપો. પેમેન્ટની લેવડ-દેવડ કરતી વખતે સાવધાની રાખવી. વ્યવસાય- વેપારમાં કાયદાકીય નિયમોનું પૂરી રીતે પાલન કરો, નહીંતર કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. આ સમયે તમારા કારોબારના પ્રચાર-પ્રસાર પર પણ ધ્યાન આપવું જરૂરી છે. માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારી સામર્થ્ય કરતાં વધુ પૈસા ન લગાવો. ઓફિસમાં તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી પણ મળી શકે છે. લવ- ઘરની દેખરેખ તથા વ્યવસ્થા માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. આનાથી પરસ્પર પ્રેમ વધશે. વ્યર્થની મિત્રતામાં પોતાનો સમય અને પૈસા ખરાબ ન કરો. સ્વાસ્થ્ય- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા વધી શકે છે. તમારી નિયમિત તપાસ કરાવો તથા સારી સારવાર લો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- તમે તમારી પ્રભાવશાળી અને મધુર વાણી દ્વારા બીજા પર પ્રભાવ પાડી શકશો. લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત રહેશે. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિના આગમનથી કોઈ ખાસ મુદ્દા પર વિચાર-વિમર્શ પણ થશે. યુવા વર્ગ પોતાના ભવિષ્ય પ્રત્યે સજાગ રહેશે. નેગેટિવ- ભાઈઓ સાથે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ શકે છે. પરંતુ વડીલોની મધ્યસ્થતાથી સમસ્યાનો ઉકેલ જલ્દી આવી જશે. કોઈ ખાસ કામમાં અવરોધ આવવાથી આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ ટાળો. વ્યવસાય- વેપારમાં આ સમયે કંઈક નુકસાન થવાની સ્થિતિ પણ બનેલી છે. કોઈ પણ ખાસ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિ સાથે વિચાર-વિમર્શ કરવો યોગ્ય રહેશે. કોઈ પણ પ્રકારની વેપારલક્ષી યાત્રાને આજે સ્થગિત જ રાખો. નોકરીયાતોએ વધારાના કાર્યભારને કારણે ઓવરટાઇમ કરવો પડી શકે છે. લવ- પતિ-પત્નીનો પરસ્પર સહયોગ ઘર-પરિવારની વ્યવસ્થાને યોગ્ય અને ખુશનુમા બનાવી રાખશે. પ્રેમ સંબંધો મર્યાદાપૂર્ણ રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઠીક રહેશે. પરંતુ બદલાતા હવામાનને કારણે થોડી સુસ્તી અને થાક અનુભવાઈ શકે છે. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- દિવસની શરૂઆતમાં જ તમારા મહત્વપૂર્ણ કામ સંબંધિત યોજના બનાવી લો. કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ છે, તમારા કામો આપમેળે જ બનવાના શરૂ થઈ જશે. સંતાનની વ્યવસ્થિત પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેશે. નેગેટિવ- આ સમયે સામાજિક અને રાજકીય કાર્યોથી થોડું અંતર જાળવી રાખો. કારણ કે આમાં સમય વેડફવા સિવાય બીજું કંઈ જ પ્રાપ્ત થશે નહીં. તમારા સ્વભાવને સહજ રાખો, ગુસ્સાને કારણે પરિસ્થિતિઓ બગડી પણ શકે છે. ક્યાંય પૈસા ઉધાર ન આપો. વ્યવસાય- આ સમયે કાર્યક્ષેત્રની નાની નાની બાબતોનું પણ ગંભીરતાથી અને ઝિણવટપૂર્વક મૂલ્યાંકન કરવાની જરૂર છે. વ્યવસાયલક્ષી પેપર્સ અને ફાઈલો સુવ્યવસ્થિત રાખો તથા કોઈ અજાણી વ્યક્તિના હાથમાં ન આવવા દો. નોકરીયાતોએ એકાઉન્ટ સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રિય મિત્રોને મળવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય- તણાવ અને ચીડિયાપણાને કારણે તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. ધ્યાન અને મેડિટેશન ચોક્કસ કરો. લકી કલર- લાલ લકી નંબર- 9 પોઝિટિવ- ઘરના વરિષ્ઠ સભ્યોના સહયોગ અને માર્ગદર્શનથી તમે કોઈ ખાસ નિર્ણય લેવામાં સરળતા અનુભવશો. વાતચીત દ્વારા કોઈ મુદ્દાનો ઉકેલ મળી જશે. સંતાન તરફથી પણ કોઈ શુભ સમાચાર મળી શકે છે. નેગેટિવ- ઘરના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે અને આ કારણે તમારું કોઈ ખાસ કામ અધૂરું પણ રહી શકે છે. જો પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સંબંધિત કોઈ પ્લાનિંગ ચાલી રહ્યુ હોય, તો અત્યારે તેના પર પુનઃવિચાર ચોક્કસ કરો. વ્યવસાય- વેપાર સંબંધિત બાબતોમાં ખૂબ જ વ્યસ્તતા અને મહેનત રહેશે. પરંતુ અત્યારે ખૂબ જ સુધારાની શક્યતા નથી. પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં કોઈ મોટી ડીલ થવાની સંભાવના છે. નોકરીયાતોએ ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડવું. લવ- પતિ-પત્ની વચ્ચે મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક જોડાણ રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય- ડાયાબિટીસ ધરાવતા લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું તથા બ્લડ પ્રેશરની પણ નિયમિત તપાસ કરાવતા રહેવું. મોર્નિંગ વોક કરવું ઉત્તમ રહેશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 6 પોઝિટિવ- વિશિષ્ટ લોકો સાથે તમારી મુલાકાત થશે તથા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ પણ થશે. તમને રોજિંદી જિંદગીથી હટીને કંઈક નવી વસ્તુઓ શીખવાની તક પણ મળશે. પારિવારિક જવાબદારીઓનું પણ તમે સારી રીતે નિર્વહન કરશો. નેગેટિવ- ક્યારેક વિપરીત પરિસ્થિતિઓ આવી જવાથી વિચલિત અને નિરાશા જેવી સ્થિતિ રહેશે. ધૈર્ય અને સંયમ જાળવી રાખો. રૂપિયા-પૈસાની લેવડ-દેવડની બાબતમાં કોઈ પર ભરોસો ન કરો. સાથે જ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વ્યવસાય- વેપાર સંબંધિત પ્રવૃત્તિઓમાં સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. વધુ સારું રહેશે કે તમારી કાર્યપ્રણાલી પર ફરી વિચાર-વિમર્શ કરો. આ સમયે વધુ મહેનત અને ઓછો લાભ જેવી સ્થિતિ બનેલી છે. જોકે અત્યારે કરેલી મહેનતનું પરિણામ નજીકના ભવિષ્યમાં સફળતાદાયક રહેશે. લવ- પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે, જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય- સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે. કામના અતિશય બોજની નકારાત્મક અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- આજે દિવસ કંઈક મિશ્ર અસરોવાળો રહેશે. વડીલોના માર્ગદર્શનથી મુશ્કેલ રસ્તો સરળ બની જશે. ધૈર્યપૂર્વક કરેલા કાર્યોનું પરિણામ પણ શુભ મળશે. સાસરી પક્ષ સાથે ચાલી રહેલી સમસ્યા દૂર થશે તથા સંબંધોમાં મધુરતા આવશે. નેગેટિવ- કોઈ પણ નિર્ણય લેતા પહેલા પરિસ્થિતિઓની યોગ્ય જાણકારી મેળવવી જરૂરી છે, કારણ કે કોઈ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. વિદ્યાર્થી અને યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પર વધુ ધ્યાન આપે. જોશમાં આવીને કોઈને મદદ કરવાનું વચન ન આપો. વ્યવસાય- પાર્ટનરશિપ સંબંધિત યોજનાઓ સાકાર કરવાનો અનુકૂળ સમય છે. આ સમયે વેપારમાં કેટલાક નવા પ્રસ્તાવો મળશે તથા કાર્યભાર પણ વધુ રહેશે. નોકરીમાં કોઈ ભૂલને કારણે તમારી મુશ્કેલીઓ વધી શકે છે. લવ- પતિ-પત્નીમાં ઈગોને લઈને મતભેદ રહી શકે છે. આની અસર પારિવારિક વ્યવસ્થા પર ન પડવા દો. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણને કારણે બેદરકારી રાખવી યોગ્ય નથી. વ્યવસ્થિત દિનચર્યા રાખો. થોડી સાવધાની તમને સ્વસ્થ રાખશે. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. તમને તમારી મહેનત અને પ્રયત્નોનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થવાનું છે. ભાઈઓ સાથેની જૂની નકારાત્મક ગેરસમજો દૂર થશે તથા સંબંધોમાં ફરી મધુરતા આવશે. તમે ઘણી હદ સુધી રાહત અને શાંતિ અનુભવશો. નેગેટિવ- ક્યારેક મન આળસ તરફ આકર્ષાઈ શકે છે, તેથી તમારા લક્ષ્ય પ્રત્યે ફોકસ રહો. યુવાનોને પોતાના કોઈ કાર્યમાં અવરોધ આવવાની આશંકા છે. પરંતુ ચિંતા ન કરો અને ફરીથી તમારી ઊર્જા એકઠી કરીને તમારા કામમાં લાગી જાઓ. વ્યવસાય- જો વેપાર સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા હોવ, તો આજે તેને સ્થગિત જ રાખો. આ સમય માર્કેટિંગના કાર્યો પર ધ્યાન આપવાનો છે. નોકરીમાં કામમાં ફેરફાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવો પડી શકે છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહનું પાલન કરવું ફાયદાકારક સાબિત થશે. લવ- પતિ-પત્નીમાં પારિવારિક સમસ્યાને લઈને કંઈક અણબનાવ રહી શકે છે. પ્રેમ સંબંધો પ્રત્યે પ્રમાણિક રહો. સ્વાસ્થ્ય- શરદી-ઉધરસ જેવી તકલીફમાંથી રાહત મેળવવા માટે આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. વર્તમાન હવામાનથી પોતાનું રક્ષણ કરો. લકી કલર- પીળો લકી નંબર- 9 પોઝિટિવ- તમારી કાર્યક્ષમતા અને યોગ્યતા પર વિશ્વાસ રાખો. ચોક્કસપણે તમારા કાર્યો ઉત્તમ રીતે પૂરા થશે. સંતાનના કરિયર અને શિક્ષણ સંબંધિત કોઈ ચિંતાનું સમાધાન મળવાથી રાહત થશે તથા તમે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપી શકશો. નેગેટિવ- વિદ્યાર્થીઓએ મનોરંજન તથા વ્યર્થના કાર્યોમાં પડીને પોતાના અભ્યાસ અને કરિયર સાથે સમાધાન ન કરવું. ઘરના કાર્યોમાં મદદ કરવી એ પણ તમારી જવાબદારી છે. કોઈની પણ સાથે વાતચીત કરતી વખતે સભ્ય ભાષાનો પ્રયોગ કરો. વ્યવસાય- કારોબારી બાબતોમાં તમને તમારા પ્રયત્નોના અનુકૂળ પરિણામો મળશે. પાર્ટનરશિપ સંબંધિત વેપારમાં વધુ સારું કરવા અંગેની યોજનાઓ બનશે. નોકરીયાતોએ પોતાના બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગાડવા નહીં. જલ્દી જ પ્રમોશનની શક્યતા છે. લવ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ વાતને લઈને ગેરસમજો ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા પરેશાન કરી શકે છે. બેદરકારી બિલકુલ ન રાખો અને યોગ્ય સારવાર અવશ્ય લો. લકી કલર- વાદળી લકી નંબર- 7 પોઝિટિવ- કોઈ પણ કામ કરતા પહેલા તમારા મનનો અવાજ ચોક્કસ સાંભળો. તમારી અંતરાત્મા તમને યોગ્ય માર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપશે. તમે તમારી જાતને આત્મવિશ્વાસ અને ઊર્જાથી ભરપૂર અનુભવશો. શોપિંગ વગેરેમાં પણ સુખદ સમય પસાર થશે. નેગેટિવ- મિત્રો તથા મોજમસ્તીમાં વ્યસ્ત ન રહો. તમારી બેદરકારીને કારણે ઘરમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આની નકારાત્મક અસર પરસ્પર સંબંધો પર પડશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઈને વધુ ગંભીર બને. વ્યવસાય- વેપારમાં આજે ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. અનાયાસે જ તમારા કામો બનતા જશે. પરંતુ ઉતાવળ ન કરીને ધૈર્યપૂર્વક કાર્યોને પૂર્ણ કરો. નોકરીયાતોને પણ કોઈ પ્રમોશન અથવા લાભદાયક ટ્રાન્સફર મળવાના યોગ બની રહ્યા છે. લવ- પરિવારના સભ્યો સાથે મોજમસ્તીમાં સુખદ સમય પસાર થશે. અચાનક જ કોઈ મિત્રને મળવાથી જૂની યાદો તાજી થશે. સ્વાસ્થ્ય- તણાવ અને ચિંતાને કારણે માથાનો દુખાવો અને નબળાઈ અનુભવશો. શાંતિ મેળવવા માટે મેડિટેશન કરો તથા કોઈ આધ્યાત્મિક સ્થળની મુલાકાત પણ લો. લકી કલર- બદામી લકી નંબર- 3 પોઝિટિવ- આજે કોઈ મૂંઝવણભરી સ્થિતિમાંથી બહાર નીકળવામાં મિત્રોનો ભરપૂર સહયોગ રહેશે. સાથે જ તમારી મહેનત અને પ્રયત્નોના જોરે મનગમતી સફળતા મેળવવામાં પણ સફળ રહેશો. યુવાનોએ સ્પર્ધામાં કડક મુકાબલો કરવો પડશે, પરંતુ સફળતા પણ નિશ્ચિત છે. નેગેટિવ- કોઈ નવા કાર્યને લઈને વધુ પડતો વિચાર કરવાથી કેટલીક તકો હાથમાંથી નીકળી શકે છે. વધુ સારું રહેશે કે તરત નિર્ણય લેવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં કોઈ સમસ્યા રહી શકે છે. વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શન પર અમલ કરો. વ્યવસાય- વેપાર સંબંધિત કોઈ નવા કામની શરૂઆત કરવા માટે અત્યારે રાહ જોવી પડી શકે છે. રોકાણ કરવા માટે પણ સમય અત્યારે અનુકૂળ નથી. આ સમયે કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર લાવવાની પણ જરૂર છે. ઓફિસમાં વધુ પડતું કામ હોવાને કારણે તણાવ હાવી રહેશે. લવ- પારિવારિક વાતાવરણ ખુશનુમા બની રહેશે. પ્રેમ સંબંધોમાં સાવધાનીથી આગળ વધો, નહીંતર બદનામી સહન કરવી પડી શકે છે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ જળવાઈ રહેશે. વર્તમાન હવામાનને કારણે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે. લકી કલર- કેસરી લકી નંબર- 5
    Click here to Read More
    Previous Article
    21 એપ્રિલનું ટેરો રાશિફળ:કર્ક જાતકો વૈભવ અને સ્થિરતા અનુભવશે, તુલા જાતકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે
    Next Article
    JEE મેઈન્સના બીજા ફેઈઝનું રિઝલ્ટ જાહેર:રાજકોટનો નિમય પુરોહિત રાજ્યમાં પ્રથમ નંબરે પાસે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment