Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી ચૂંટણી પ્રચારમાં 'બકાભાઈ'ની એન્ટ્રી:તારક મહેતા ફેમ કલાકારને જોવા લોકો ઉમટ્યા

    6 days ago

    વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણીને કારણે શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો મતદારોને આકર્ષવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રચારમાં ભાજપે ગ્લેમરનો ઉમેરો કર્યો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા કલાકાર બકાભાઈ, જેમનું મૂળ નામ કાંતિભાઈ જોશી છે, તેઓ ભાજપના ઉમેદવારોના સમર્થનમાં મેદાનમાં ઉતર્યા છે. તેમણે ભાજપના કાર્યકરો અને ઉમેદવારો સાથે વાપીના વિવિધ વોર્ડમાં પદયાત્રા યોજી હતી. બકાભાઈને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે પોતાની આગવી શૈલીમાં લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. ભાજપ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને તેના ઉમેદવારો વિજયી બને તે માટે ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો વિવિધ સોસાયટીઓમાં જઈને ઓટલા બેઠકો કરી રહ્યા છે અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી રહ્યા છે. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી સમગ્ર રાજ્યની નજર આ જંગ પર મંડાયેલી છે. સામા પક્ષે, કોંગ્રેસ પણ ડોર-ટુ-ડોર પ્રચાર દ્વારા ભાજપને જોરદાર ટક્કર આપી રહી છે. આ ચૂંટણીમાં ગ્લેમર અને વિકાસના મુદ્દાઓની મતદારો પર શું અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે.
    Click here to Read More
    Previous Article
    જજને કેસમાંથી હટાવવાની કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી:જસ્ટિસ સ્વર્ણકાંતા બોલ્યા- જો હું હટીશ તો સંદેશ જશે કે દબાણ કરીને જજને હટાવી શકાય છે
    Next Article
    આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવતા શોક:ગાંધીનગરના સેક્ટર-15ની આંબેડકર હોસ્ટેલમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો હોસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment