Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના મયુરપુલ પર ત્રિપલ અકસ્માત:ઈકો કારે બ્રેક મારતાં પાછળ આવતી બે કાર અથડાઈ, કોઈ જાનહાનિ નહીં

    9 hours ago

    મોરબીના મયુરપુલ પર સોમવારે સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. એક ઈકો કારે બ્રેક મારતા તેની પાછળ આવી રહેલી બે અન્ય કાર એક પછી એક અથડાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શહેરમાં આવતા મુખ્ય માર્ગ મયુરપુલ પર બની હતી. અકસ્માતને કારણે પુલ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ત્રણેય વાહનોને નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક શાખાના પીએસઆઈ દિલીપ ઠક્કર સહિતનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વાહનો હટાવ્યા બાદ પુલ પરનો ટ્રાફિક પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો, જેનાથી વાહનવ્યવહાર સામાન્ય બન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના વકીલનો CMને પત્ર:ચૂંટણીને પગલે વડોદરાના અનેક સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ નહીં થતા કરોડો રૂપિયાના દસ્તાવેજો અટવાયા, સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ ઝડપથી રીન્યુ કરી આપો
    Next Article
    "Kejriwal's Illusions No Ground To Recuse": Judge In Liquor Policy Case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment