Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેતરમાં કામ કરતા યુવકનો કાન છૂટો પડ્યો:કાલોલના વાટા રીછીયા ગામે લોખંડની એંગલ વાગતા ગંભીર ઈજા

    9 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરતી વખતે એક યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. લોખંડની એંગલ વાગવાને કારણે યુવકનો કાનનો ભાગ છૂટો પડી ગયો હતો, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના આજે વાટા રીછીયા ગામના ખેતરમાં બની હતી. કલર કામ કરી રહેલા સોલંકી મહેશ નામના યુવકને કામ દરમિયાન લોખંડની તીક્ષ્ણ એંગલ કાનના ભાગે વાગી હતી. આ ગંભીર ઈજાને કારણે તેમનો કાન છૂટો પડી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મહેશભાઈને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સ્પીડબ્રેકર પરથી પછડાયેલા નાગરિકે અન્યના જીવ બચાવવા સ્વખર્ચે પટ્ટા માર્યા:મનપાના તંત્ર સામે જાગૃત નાગરિકનો પડકાર, 'જુનાગઢ વાસીઓએ પોતાના જીવની ચિંતા જાતે જ કરવી પડશે'
    Next Article
    Noted author Sampat Jadhav, others attacked with pepper spray; 5 booked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment