Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ચંદ્રુમાણામાં રામદેવપીરનો પાટ અને ભજન યોજાયા:વૈશાખ સુદ બીજે ગંગા અવતરણ કથા સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

    6 days ago

    પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી રામદેવપીર ધૂણા ખાતે વૈશાખ સુદ બીજની રાત્રે બાબા રામદેવપીરનો પાટ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પાટ દર્શન અને પૂજનનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભજન ભક્તિભાવપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા. અલખ ધૂણાના મહેન્દ્રભાઈ વ્યાસે રૂપાદે માલદેની કહાણી વર્ણવી હતી. આ ઉપરાંત, તેમણે ગંગા અવતરણની કથા પણ રજૂ કરી હતી. પ્રમોદભાઈ વ્યાસે પણ ગંગા અવતરણ નિમિત્તે વક્તૃત્વ આપ્યું હતું. આ ભજન સત્સંગમાં કલાકારો મુકેશભાઈ મહેતા, ગંગેટના બારોટજી, મહેન્દ્રભાઈ વ્યાસ, નિરંજનભાઈ દવે, વિષ્ણુભાઈ યોગી અને બળવંતસિંહ દરબાર સહિત અન્યોએ ભજનોની રમઝટ બોલાવી હતી. બાળક બેન્જો વાદક ચિરાગ પટણી (ગોચનાદે) એ પણ પોતાની કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અમેરિકામાં રહેતા ગામના ચમનભાઈ મફતલાલ પટેલે અખંડ દીવાનો લાભ લીધો હતો. આવતા અધિક માસમાં મુખ્ય યજમાન તરીકેનો લાભ કુણઘેરના વિપુલસિંહ કરસનજી રાઠોડે લેવાની જાહેરાત કરી હતી, જેને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવી લીધી હતી. આજના પાટ પૂજન અને ભોજનના દાતા તરીકેનો લાભ ચંદ્રુમાણા ગામના સુંડાજી બાબુજી કલ્યાણજી ઠાકોર (ચાંદસા પરિવાર) એ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં AAP સાંસદ માલવિન્દ્રસિંગ કાંગનું નિવેદન:સરકાર દ્વારા AAPના કાર્યકરો અને સમર્થકોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે
    Next Article
    મોરબીની અરિહંત સોસાયટીના રહીશોએ રોષ ઠાલવ્યો:કોઈપણ પાર્ટીના નેતાઓએ સોસાયટીમાં મત માગવા આવવું નહીં; મૂળભૂત સુવિધાઓ ન મળતા પ્રવેશદ્વાર પર બોર્ડ માર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment