Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સો. મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈ સવાલ કર્યો:'સાહેબ, હું પીતો નથી એટલે ખુલ્લેઆમ બોલી શકું છું', નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- 'પ્રશ્નથી દૂર નહીં ભાગુ'

    20 hours ago

    સુરતના ડભોલીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર્સની ઉપસ્થિતિમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. સુરતનો વિકાસ, રોડ-રસ્તા, વીજળી, પાણી અને કાયદો વ્યવસ્થઆની સ્થિતિને લઈ યુવા ઈન્ફ્લુએન્સર્સ સાથે સીધો સંવાદ કરાયો. કાર્યક્રમ દરમિયાન એક યુવા ઈન્ફ્લુએન્સર દ્વારા હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈ સવાલ કરાયો હતો. જેને નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી જવાબ આપ્યો હતો. ઇન્ફ્લુએન્સરનો સવાલ: ‘હું કોઈ નેતાથી ડરતો નથી, દારૂના અડ્ડાઓ વિશે તમારું શું કહેવું છે?’ સંવાદ દરમિયાન વાતાવરણ ત્યારે ગરમાયું જ્યારે એક યુવા ઇન્ફ્લુએન્સરે નીડરતાથી માઇક પકડી ગૃહમંત્રીને સીધો સવાલ કર્યો હતો. તેણે કહ્યું કે, "સાહેબ, હું પીતો નથી જેથી ડરતો નથી એટલે હું ખુલ્લેઆમ બોલી શકું છું. સુરતના અનેક વિસ્તારોમાં જે દારૂ પીવાય છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે, તેના પર તમારી સાઇડથી શું કહેવું છે?" આ સવાલ સાંભળીને હોલમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ હતી, પરંતુ હર્ષ સંઘવીએ આ સવાલને ખૂબ જ ગંભીરતાથી લીધો હતો. ગૃહમંત્રીએ કહ્યું,‘પોલીસમાં જે ફૂટેલા હશે તેમની સામે કડક એક્શન લેવાશે’ ઇન્ફ્લુએન્સરના સવાલનો જવાબ આપતા હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "પોલીસ વિભાગમાં જે કોઈ પણ કર્મચારી કે અધિકારી 'ફૂટેલા' હોય છે અથવા તો બુટલેગરો સાથે મિલીભગત રાખે છે, તેમની સામે અમે અત્યંત કડક પગલાં ભરી રહ્યા છીએ. અનેક લોકોને અમે સસ્પેન્ડ કર્યા છે અને આગળ પણ કરીશું." તેમણે ખાતરી આપી હતી કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. દારૂબંધી એક સામાજિક લડાઈ: ‘માત્ર પોલીસ નહીં, સમાજે પણ જાગૃત થવું પડશે’ દારૂબંધીના મુદ્દે સંઘવીએ ઉમેર્યું હતું કે, "દારૂબંધી એ માત્ર પોલીસની જવાબદારી નથી, પણ એક મોટી સામાજિક લડાઈ છે. આ લડાઈ આપણે જેટલી ધારીએ છીએ તેના કરતા પણ મોટી છે. દરેક સમાજની અંદર આપણે આને સામાજિક મુદ્દો બનાવીને મજબૂતાઈથી લડવું પડશે. જે લોકો આ દૂષણ સાથે જોડાયેલા છે, તેમને વ્યસન મુક્ત કરવા અને આ વ્યવસાયમાંથી બહાર કાઢવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે." એક જ દિવસમાં 50થી વધુ સ્થળોએ દારૂના દરોડા પોલીસની કામગીરીના આંકડા આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "અમે ટોલ-ફ્રી નંબર્સ જાહેર કર્યા છે જેના પર અમને સતત માહિતી મળે છે. ગઈકાલની જ વાત કરું તો આખા ગુજરાતમાં 50થી વધુ સ્થળોએ દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અમે આ બાબતે ખૂબ જ અગ્રેસર છીએ અને કોઈ પણ કાળે ગુજરાતની શાંતિ ડહોળવા દઈશું નહીં." સુરતના રોડ અને બ્રિજની સરખામણી: ‘દેશના બીજા કયા શહેરમાં આવા રસ્તા છે?’ વિકાસના મુદ્દે વાત કરતા હર્ષ સંઘવીએ ઇન્ફ્લુએન્સર્સને પૂછ્યું હતું કે, "પાલનો રોડ હોય કે મોટા વરાછાનો રોડ, સુરતના ચારેય ખૂણે જે રસ્તાઓ બન્યા છે તે વર્લ્ડ ક્લાસ છે. તમે કોઈ બહારથી મહેમાનને લઈને આવો તો તે પૂછશે કે આવો રોડ બીજા કોઈ શહેરમાં છે ખરો? તમે જ કહો, દેશના બીજા કોઈ પણ શહેરમાં આ લેવલના રોડ કે આટલા બ્રિજ જોવા મળ્યા છે?" આ સવાલના જવાબમાં હાજર રહેલા તમામ યુવાનોએ એકસૂરે ‘ના’ પાડી હતી. સીધા નહીં ચાલે એને સીધા કરવાની જવાબદારી મારી- હર્ષ સંઘવી સુરક્ષાના મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, "જે લુખ્ખા, ટપોરીઓ કે મવાલીઓ રસ્તા પર ઊભા રહીને ગુના કરે છે, તેમની સાથે શું કરવું જોઈએ?" જ્યારે ભીડમાંથી અવાજ આવ્યો કે ‘સર્વિસ કરવી જોઈએ’, ત્યારે સંઘવીએ હસતા હસતા કહ્યું, "ચોક્કસ! જે લોકો સીધી રીતે નહીં ચાલે, તેમને કાયદાનું ભાન કરાવીને સીધા કરવાની જવાબદારી મારી છે. મારું મિશન ચાલુ જ છે અને શહેરના દરેક ખૂણેથી આવા તત્વોને વીણી-વીણીને સાફ કરવામાં આવશે."
    Click here to Read More
    Previous Article
    વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદ મહારાજને મળવા પહોંચ્યા:અક્ષય તૃતીયા પર્વ પર ગુરુ સાથે સત્સંગ કર્યો, બંનેની બાબા સાથે આ પાંચમી મુલાકાત
    Next Article
    મોરબીના વોર્ડ નં 9 માં મતદારો આકરા પાણીએ:કોઈપણ પાર્ટીના નેતાઓએ સોસાયટીમાં મત માગવા આવવું નહીં; મૂળભૂત સુવિધાઓ ન મળતા પ્રવેશદ્વાર પર બોર્ડ માર્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment