Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં એપાર્ટમેન્ટમાં મીટર બોક્સ પાસે આગ:ધડાકા થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

    11 hours ago

    મોરબીના રવાપર ગામ પાસે આવેલી લોટસ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં બપોરના સમયે મીટર બોક્સ પાસે આગ લાગી હતી. આ ઘટનામાં ધડાકા થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રવાપર ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા લોટસ સોસાયટીના A-3 એપાર્ટમેન્ટમાં આ આગ લાગી હતી. મીટર બોક્સ પાસે અચાનક આગ લાગ્યા બાદ ધડાકા થવા માંડ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. આગને કારણે એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બાદમાં વીજ કંપનીના સ્ટાફે સ્થળ પર આવીને વીજ પુરવઠો ફરીથી કાર્યરત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’:ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્માનો કટાક્ષ, વિમલ ચુડાસમાએ કહ્યું- ગૃહની કાર્યવાહી લાઈવ કરો, ખબર પડે કોણ ચુપ બેસે છે
    Next Article
    Surat Diamond Workers Protest | રત્નકલાકારો પોતાની વિવિધ માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા |News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment