Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’:ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્માનો કટાક્ષ, વિમલ ચુડાસમાએ કહ્યું- ગૃહની કાર્યવાહી લાઈવ કરો, ખબર પડે કોણ ચુપ બેસે છે

    2 days ago

    ગીર સોમનાથ જિલ્લાના આદ્રી વાવડી ગામે આદ્રી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભાએ જિલ્લાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાષણમાં કહ્યું કે ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’. આક્ષેપથી સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક બન્યા હતા અને સામો સવાલ ઉઠાવ્યો હતો કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરો, ખબર પડે કે કોણ ચુપ બેસે છે. બંને સામસામે આવી જતાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. વિકાસના મુદ્દે શરૂ થયેલી આ લડાઈ હવે વ્યક્તિગત આક્ષેપો અને પક્ષની કામગીરી સુધી પહોંચી છે. ધારાસભ્ય વિધાનસભામાં મૌન- વિશ્વકર્માનો આક્ષેપ ચૂંટણી સભાને સંબોધતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ લીધા વિના તેમની કાર્યશૈલી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, તમારા ધારાસભ્ય જ્યારે મત માંગવા આવે ત્યારે તેમને એક જ પ્રશ્ન પૂછજો કે તેમણે વિધાનસભામાં સોમનાથના પ્રશ્નો અંગે કેટલી વાર રજૂઆત કરી? વિશ્વકર્માએ કટાક્ષ કર્યો હતો કે ધારાસભ્ય વિધાનસભાના સત્ર દરમિયાન મૌન રહીને બેસી રહે છે અને વિસ્તારની સમસ્યાઓ વાચા આપતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિસ્તારના રસ્તા અને પાયાની સુવિધાઓ માટે ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખ સતત કાર્યરત છે. સરકાર સમક્ષ રજૂઆતો કરીને વિકાસના કામોને મંજૂરી અપાવવામાં ભાજપના આગેવાનો જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હોવાનો દાવો તેમણે કર્યો હતો. વિમલ ચુડાસમાનો પલટવાર ભાજપના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જો ભાજપ પારદર્શિતામાં માનતું હોય તો વિધાનસભાની કાર્યવાહી લાઈવ પ્રસારિત કરે, જેથી જનતાને ખબર પડે કે કોણ પ્રશ્નો પૂછે છે અને કોણ ચુપ બેસે છે. ચુડાસમાએ દાવો કર્યો હતો કે તેઓ વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો પૂછનારા ધારાસભ્ય છે અને તેમણે તમામ વિગતો સોશિયલ મીડિયા પર પણ મૂકી છે. ચુડાસમાનો ‘કમલમ’ની ચિઠ્ઠીનો કટાક્ષ તેમણે ભાજપના સંગઠન પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના ધારાસભ્યો ‘કમલમ’ની ચિઠ્ઠી પર નિર્ભર છે અને સ્વતંત્ર રીતે બોલી શકતા નથી. તેમણે વધુમાં કટાક્ષ કર્યો કે જો પ્રદેશ અધ્યક્ષને એક જિલ્લા પંચાયતની બેઠક જીતવા માટે પ્રચારમાં આવવું પડતું હોય, તો ભાજપની સ્થિતિ કેટલી નબળી છે તે સ્પષ્ટ થાય છે. વિકાસના કામો મુદ્દે ટેક્નિકલ સ્પષ્ટતા ધારાસભ્યએ ભાજપના દાવાઓને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે રોડ-રસ્તા કે વિકાસના કામોમાં સાંસદ કે જિલ્લા પ્રમુખની ભલામણની જરૂર હોતી નથી. સરકારના પરિપત્ર મુજબ, દરેક ધારાસભ્યને ‘નોન-પ્લાન’ કામો હેઠળ વાર્ષિક રૂ. 11 કરોડ સુધીના વિકાસ કાર્યોની ભલામણ કરવાની સત્તા છે અને આ કામો માત્ર ધારાસભ્યના પત્રથી જ મંજૂર થાય છે. ચૂંટણી જંગ તેજ આગામી સમયમાં યોજાનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા ચુડાસમાએ જણાવ્યું કે જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો સફળ થશે નહીં. હાલ સોમનાથ વિસ્તારમાં બંને પક્ષો વચ્ચેનો આ શાબ્દિક જંગ મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુભાષચંદ્ર બોઝને 'રાષ્ટ્રપુત્ર' જાહેર કરવાની માંગ ફગાવી:સુપ્રીમ કોર્ટે કહ્યું- પબ્લિસિટી માટે બધું કરો છો, કોર્ટમાં પગ પણ મુકવા નહી દઈએ
    Next Article
    મોરબીમાં એપાર્ટમેન્ટમાં મીટર બોક્સ પાસે આગ:ધડાકા થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment