Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ મુનીર સાથે વાત કરી:મુનીરે કહ્યું- હોર્મુઝમાં નાકાબંધી રહેશે તો વાતચીત મુશ્કેલ, ટ્રમ્પે કહ્યું- વિચારીશ

    1 day ago

    ઈરાન સાથે વાતચીત કરવા માટે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પાકિસ્તાન રવાના થઈ ગયા છે. બીબીસીના એક રિપોર્ટમાં તેની પુષ્ટિ કરવામાં આવી છે. આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વેન્સ પાકિસ્તાન નથી જઈ રહ્યા. વેન્સે 11-12 એપ્રિલે ઈરાન સાથેની વાતચીતમાં અમેરિકી ડેલિગેશનનું નેતૃત્વ કર્યું હતું. વાતચીત લગભગ 21 કલાક ચાલી હતી, પરંતુ કોઈ સમજૂતી થઈ શકી ન હતી. બંને દેશો વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણને લઈને મતભેદ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાનું કારણ ટ્રમ્પની ઈરાનને ધમકી અને ઈરાની જહાજ 'ટોસ્કા'ને કબજે કરવું છે. આને લઈને ઈરાને નારાજગી વ્યક્ત કરી અને તેને દરિયાઈ ચાંચિયાગીરી ગણાવી અને કહ્યું કે તેઓ જલ્દી તેનો જવાબ આપશે. અમેરિકા-ઈરાન વાટાઘાટો પર સસ્પેન્સ હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થશે કે નહીં, તેને લઈને સસ્પેન્સ યથાવત છે. ઈરાને કહ્યું કે અમેરિકી નૌકાદળની નાકાબંધી યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે અને અમેરિકાની ધમકીભરી ભાષાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ સંજોગોમાં વાતચીતની આશા બહુ ઓછી છે. તે જ સમયે, અલ જઝીરાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે વાતચીત એક નહીં પરંતુ ઘણા દિવસો સુધી ચાલી શકે છે. પ્રયાસ એ છે કે એક અસ્થાયી કરાર એટલે કે MoU પર હસ્તાક્ષર થાય, જેથી યુદ્ધવિરામ આગળ વધી શકે અને લગભગ 60 દિવસનો સમય મળી શકે જેથી એક મોટો શાંતિ કરાર તૈયાર કરી શકાય. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ઈરાન તેમાં ભાગ લે. ઇરાની જહાર પર અમેરિકાના હુમલાનો વીડિયો ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 27 પોઇન્ટ વધીને 78,520 પર બંધ:નિફ્ટીમાં 11 પોઈન્ટનો ઉછાળો, બેંકિંગ અને ઓટો શેરોમાં ખરીદી
    Next Article
    સુભાષચંદ્ર બોઝને 'રાષ્ટ્રપુત્ર' જાહેર કરવાની માંગ ફગાવી:સુપ્રીમ કોર્ટે કહ્યું- પબ્લિસિટી માટે બધું કરો છો, કોર્ટમાં પગ પણ મુકવા નહી દઈએ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment