Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપી મૌલિકે યાજ્ઞિક ઉર્ફે લાલા પાસેથી આઈફોન ગિફ્ટમાં મેળવ્યો હતો:યસ બેન્કના મેનેજર અને પર્સનલ બેન્કર મળી ત્રણ આરોપીઓની ધરપકડ, હોદાનો દુરુપયોગ કરી સાયબર માફિયાઓ સાથે મળી કમિશન મેળવતા

    6 days ago

    • ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત આ કેસની તપાસમાં સાયબર ફ્રોડનો આંક 2500 કરોડને પાર રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે જેમાં દેશવ્યાપી 1500 કરોડનું સાયબર ફ્રોડ 2500 કરોડથી વધુ પહોંચી ગયું છે અને આ કેસમાં વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અત્યાર સુધી આ કેસમાં પોલીસે કુલ 17 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે રાજકોટ અને જામનગર જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. યસ બેન્કના પર્સનલ બેન્કર મૌલિક કમાણી, એક્સિસ બેન્કના મેનેજર કલ્પેશ ડાંગરીયા અને યસ બેન્કના પૂર્વ પર્સનલ બેન્કર અને હાલ HDFC બેન્કમાં ફરજ બજાવતા અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ દ્વારા પોતે બેંકમાં કામ કરતા હોવાથી બેન્ક મેનેજર સાથ મળી કમિશન અને રૂપિયા કમાવવાની લાલચમાં સાયબર ફ્રોડ કરતા આરોપીઓ સાથે મળી બેન્કિંગ પ્રોસેસ તેમજ રોકડ રકમની લેવડ દેવડ સહિતના કામોમાં મદદરૂપ બની દેશવ્યાપી કૌભાંડમાં સહયોગી બનતા પોલીસે તેની ધરપકડ કરી બેન્કમાંથી તેમનો ઓરીજીનલ ડેટા મેળવી બાદમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિના કરતા વધુ સમયથી ચાલતી આ તપાસમાં અત્યાર સુધી આ કેસમાં કુલ 2500 કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસ ટિમ દ્વારા ચાલી રહેલી તપાસમાં આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં બે બેન્કના પર્સનલ બેન્કર અને એક બેન્ક મેનેજરનો સમાવેશ થાય છે. પકડાયેલ આરોપીઓમ મૌલિક રામજીભાઉ કમાણી જે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામનો રહેવાસી છે જેને પોતે BBAનો અભ્યાસ કર્યા બાદ યસ બેન્કમાં પર્સનલ બેન્કર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી મૌલિક કમાણી આ કેસમાં અગાઉ પકડાયેલ આરોપી મનિષ કમાણી, જય નાદપરા, રૂષિત રૈયાણી તથા લાલાભાઇ ઝાલાવડીયા સાથે સતત સંપર્કમાં રહી આરોપીઓ સાથે મળી લોકોની જાણ બહાર તેમના નામની પેઢીઓના પ્રોપરાઇટર તરીકેના બેન્ક એકાઉન્ટ યસ બેંકમાં ખોલાવવામાં મદદ કરી હતી. એટલું જ નહિ હાઇ વેલ્યૂ ટ્રાનજેક્શન કરવામાં પણ મદદ કરી જ્યારે લેવડ દેવડ અંગે બેન્કિંગ સિસ્ટમમાં કોઈ પણ એલર્ટ આવે ત્યારે તાત્કાલિક બૅન્ક મેનેજર આરોપી કલ્પેશ ડાંગરિયા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર બેન્કના ઉપરી અધિકારીઓને પોતાની ઓથોરિટીનો દૂરૂપયોગ કરી એલર્ટ હટાવવાની કામગીરી પોતાના અંગત લાભ તથા કમિશનના હેતુથી કરતો હતો. અને રોકડ રકમની લેવડ દેવડ કરવામાં પણ મદદરૂપ થતો હતો. આ ઉપરાંત બીજા આરોપી તરીકે કલ્પેશ ડાંગરીયાની ધરપકડ કરવામાં આવી છે જે પોતે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીતળા ગામનો રહેવાસી છે અને પોતે અગાઉ જામકંડોરણા, મોવિયા અને પડધરીમાં યસ બેંકના મેનેજર તરીકે કામ કરતો હાલ એક્સિસ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છે. આરોપી કલ્પેશની મુલાકાત યાજ્ઞિક ઉર્ફે લાલા ઝાલાવાડીયા સાથે થઇ હતી જેને હજુ પકડવાનો બાકી છે. ફરાર આરોપી યાજ્ઞિક ઉર્ફે લાલાએ કલ્પેશની મુલાકાત ઋષિત રૈયાણી સાથે કરાવી હતી. કલ્પેશ ડાંગરીયાએ જ અગાઉ પકડાયેલા આરોપીઓને APMCનો લેટર લઇ આવી સબમિટ કરાવશો તો રોકડ લેવડ દેવડ અને ટ્રાન્ઝેક્શનમાં કોઈ મુશ્કેલી નહિ આવે તેવી સલાહ આપી હતી. યસ બેન્કમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ ગણવામા આવતી હોવાથી આરોપી કલ્પેશ પોતાની બ્રાન્ચમાં પૈસા ન હોય ત બીજી બેંકમાં સંપર્ક કરાવી રોકડ રકમ ઉપાડવામાં પણ સાયબર માફિયાઓને મદદ કરતો હતો. જયારે ત્રીજા એક આરોપી અનુરાગ બાલધાની ધરપકડ કરવામાં આવી છે જે પોતે જામકંડોરણાના સ્થાનિક રહેવાસી છે. અનુરાગ હાલ HDFC બેન્કમાં કામ કરે છે જે અગાઉ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરતો હતો. અનુરાગ બાલધાએ હોન્ડલમાં બેસી નરેન્દ્ર નામના વ્યક્તિના નામથી રકાઉન્ટ ખોલ્યું હતું જે એકાઉન્ટ ઋષિત રૈયાણી નામનો આરોપી છે તેમના દ્વારા ખોલવામાં આવ્યું હતું. એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ ચેકબુક સહીત તમામ વેરિફિકેશનમાં નરેન્દ્રના બદલે ઋષિત રૈયાણીએ જ સહી કરી હતી. ઋષિત રૈયાણી નરેન્દ્ર ન હોવા છતાં તમામ ફોર્મ સાચા હોવા તરીકે ની સહી આરોપી અનુરાગ બાલધા એ કરી હતી. હાલ આ તમામ ત્રણ આરોપીની ધરપકડ કરી બેન્ક પાસેથી ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ફોર્મ પણ માંગવામાં આવી રહ્યા છે જેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી વધુ કેટલા ખોટ ડોક્યુમેન્ટ અને ખોટા એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓ દ્વારા મોટા ભાગે ગોંડલ અને રાજકોટ APMCના લેટર નો ઉપયોગ બેન્ક એકાઉન્ટમાં કર્યો હોવાનુ અને અત્યાર સુધી કુલ આ ગુન્હામાં કૂલ 85 બેન્ક એકાઉન્ટમાં 1930 એન.સી.સી.આર.પી. અરજીઓની સંખ્યા 535 જેટલી છે. જેમાં કૂલ રીપોર્ટેડ સાયબર ફ્રોડની રકમ 74 કરોડ કરતા વધુ છે. તથા આ તમામ બેન્ક એકાઉન્ટમાં થયેલ ટોટલ ટ્રાન્જેકશનની રકમ 2500 કરોડ કરતા પણ વધુ હોવાનું તપાસમાં સામે આવતા સરકારમાં રિપોર્ટ કરી આ કેસમાં સીએની મદદ મેળવી તપાસ કરવામાં આવી રહી છે જેથી આગામી દિવસોમાં સાયબર ફ્રોડ અને આરોપીઓનો આંકડો વધે તેવી પુરેપુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે મેં પોલીસ તપાસમાં આ કેસમાં આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપલે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓ મોટા ભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કારણ કે એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આશાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની વધુ એક લોકગાયિકાના પ્રેમલગ્નનો વિવાદ:કાજલ મહેરિયા અમદાવાદમાં 6-7 મહિનાથી સાથે રહે છે, પરિવારજનોએ અમને કહ્યું-તમારા છોકરાને વાળી લો: અલ્પેશ ઠાકોરનો ભાઈ
    Next Article
    ગિફ્ટ સિટીમાં આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું:લીલાવતી હોસ્પિટલની આધુનિક શાખા શરૂ, 30 દિવસ ફ્રી OPD સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment