Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું:લીલાવતી હોસ્પિટલની આધુનિક શાખા શરૂ, 30 દિવસ ફ્રી OPD સુવિધા

    6 days ago

    ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજે પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલની નવી શાખાનો પ્રારંભ થયો છે, જે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થવાની અપેક્ષા છે. અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડોક્ટરોની ટીમ સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી તેમજ પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને હૃદયરોગ (કાર્ડિયોલોજી), કેન્સર (ઓન્કોલોજી) અને ન્યુરોલોજી જેવી જટિલ બીમારીઓ માટે વિશેષ વિભાગો ઉભા કરવામાં આવ્યા છે, જેથી ગંભીર દર્દીઓને પણ સ્થળ પર જ શ્રેષ્ઠ સારવાર મળી શકે. ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને મુંબઈ લાંબુ નહી થવું પડે હોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી આ હોસ્પિટલ ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે નવી દિશા આપશે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ જેવી જ અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને હવે મુંબઈ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે. શરૂઆતના તબક્કામાં હોસ્પિટલમાં 120 બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં 60 ફૂલ-ટાઈમ ડોક્ટર્સ અને 60 રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમ સતત સેવા આપશે. ખાસ વાત એ છે કે પ્રારંભિક 30 દિવસ સુધી દર્દીઓ માટે ફ્રી OPD સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેનાથી સામાન્ય લોકોને મોટો લાભ મળશે. વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા ગિફ્ટ સિટી નજીક એર એમ્બ્યુલન્સ માટે પણ જગ્યા માગવામાં આવી છે. આ સુવિધા ખાસ કરીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા ઇમર્જન્સી કેસમાં અત્યંત ઉપયોગી સાબિત થશે, જેથી સુરત અથવા વડોદરા જેવા શહેરોમાંથી અડધા કલાકમાં અંગો હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ ગિફ્ટ સિટી અને આસપાસના 20-25 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આરોપી મૌલિકે યાજ્ઞિક ઉર્ફે લાલા પાસેથી આઈફોન ગિફ્ટમાં મેળવ્યો હતો:યસ બેન્કના મેનેજર અને પર્સનલ બેન્કર મળી ત્રણ આરોપીઓની ધરપકડ, હોદાનો દુરુપયોગ કરી સાયબર માફિયાઓ સાથે મળી કમિશન મેળવતા
    Next Article
    Opinion: Opinion | Pakistan's Ever-Running Saudi 'Lifeline' Has Its Limits

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment