Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ધંધુકા હત્યા વિરોધમાં આવેદનપત્ર આપ્યું:હત્યારાઓ સામે કડક કાર્યવાહી અને ફાંસીની સજાની માંગ કરાઈ

    15 hours ago

    માલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મામલતદાર જાગૃતિબેન મકવાણાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ આવેદનપત્ર ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના વિરોધમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ ધર્મેશ ભરવાડના હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની પણ રજૂઆત કરી હતી. કાર્યકરોએ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં ભરવા અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આવેદનપત્ર સુપરત કરતી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મનીષભાઈ કોઠારી, પંડ્યા અમરીશભાઈ, સંતોષભાઈ વ્યાસ, લાલજીભાઈ ભગત, સોની રમેશભાઈ, સોની કેતનભાઈ, ભરવાડ હીરાભાઈ, સંજયભાઈ ભરવાડ, પ્રવીણભાઈ, વિક્રમભાઈ અને ચૌહાણ ભરતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરે હર્ષ સંઘવીને દારૂના અડ્ડાને લઈ સવાલ કર્યો:'સાહેબ, હું પીતો નથી એટલે ડરતો નથી અને ખુલ્લેઆમ બોલી શકું છું', નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- 'પ્રશ્નથી દૂર નહીં ભાગુ'
    Next Article
    ભાજપના MLA ઇનામદારનું નિવેદન:'હું ધારત તો 24માંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી દેત, પણ તમને મજા ન આવે એટલે ન કરાવી, ફેલ ગયા તો જાહેરમાં રાજીનામું લેવડાવી દઈશ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment