Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના MLA ઇનામદારનું નિવેદન:'હું ધારત તો 24માંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી દેત, પણ તમને મજા ન આવે એટલે ન કરાવી, ફેલ ગયા તો જાહેરમાં રાજીનામું લેવડાવી દઈશ'

    13 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે. જાહેર સભામાં તેઓએ કહ્યું હતું કે, ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ આપણે ચૂંટણી ચાલુ રાખવી છે. કોંગ્રેસવાળા ફોર્મ ભરી ગયા છે. હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ તમને લોકોને મજા ન આવે એટલે ન કરાવી.ચૂંટણી ચાલુ રહે તો જ ઉમેદવારો મતદારો પાસે જાય, મતદારોનું ઋણ તેમને ખબર પણ પડે, અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે. ‘કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે’ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમને જીતાડ્યા તો અમારે પાંચ વર્ષ લોકોના કામ કરવા પડે. બાકી 24 માટે કેટલાય સામેથી આવીને કહેતા હતા કે, ગોઠવી આપો. બરોડા ભાગોળ મને સપોર્ટ આપે 24 બેઠકોમાંથી 24 પાક્કી. કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે. કોની જોડે બેસે છે તે પણ મને ખબર છે. ચા પીતા-પીતા શું વાતો કરે છે એ બધું જ મારા ધ્યાન પર છે. તેઓએ ઉમેર્યું હતું કે, પરિણામ આવી જાય અને પછી નેતા બની જઇએ, તો લોચો પડે. મજૂર તો હું પોતે જ છું. ચૂંટણી જીતવાના છે. એ વિશ્વાસ છે, પણ જો આમાંથી એક પણ ઉમેદવાર ફેલ ગયો, તો હું પોતે ફરીથી આ જ રીતે જાહેર સભા કરીશ અને જનતાને કહીશ કે - 'જુઓ, આ ઉમેદવારને આપણે જીતાડીને લાવ્યા હતા, પણ હવે તે નવરો જ નથી અને હું જાહેરમાં જ એનું રાજીનામું લેવડાવી દઈશ. હું કોઈ મજાક નથી કરી રહ્યો. તમારે જનતાને સમય આપવો જ પડશે. 'બેન્ડ' તો પણ વગાડું છું.
    Click here to Read More
    Previous Article
    આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ધંધુકા હત્યા વિરોધમાં આવેદનપત્ર આપ્યું:હત્યારાઓ સામે કડક કાર્યવાહી અને ફાંસીની સજાની માંગ કરાઈ
    Next Article
    Ambaji Gabbar Hill Closed for 2 Days | અંબાજીમાં 22-23 એપ્રિલે ગબ્બર દર્શન બંધ રહેશે | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment