Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    4 days ago

    પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેગ્નન્સીમાં પણ દીપિકા પાદુકોણ કરશે 'ઇન્ટેન્સ એક્શન'!:અલ્લુ અર્જુન સ્ટારર 'રાકા'ના શૂટિંગમાં વ્યસ્ત; બીજી વાર માતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી
    Next Article
    ‘તમારા ધારાસભ્ય વિધાનસભામાં મૂંગા બેસી રહે છે’:ગીર સોમનાથના આદ્રી વાવડી ગામે જગદીશ વિશ્વકર્માનો કટાક્ષ, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં માહોલ ગરમાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment