Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેગ્નન્સીમાં પણ દીપિકા પાદુકોણ કરશે 'ઇન્ટેન્સ એક્શન'!:અલ્લુ અર્જુન સ્ટારર 'રાકા'ના શૂટિંગમાં વ્યસ્ત; બીજી વાર માતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી

    4 days ago

    બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ટૂંક સમયમાં બીજી વખત માતા-પિતા બનવાના છે. ખાસ વાત એ છે કે, આ અવસ્થામાં પણ દીપિકા પોતાના કામમાંથી બ્રેક નહીં લે અને આગામી ફિલ્મોનું શૂટિંગ ચાલુ રાખશે. રવિવારે દીપિકાએ સોશિયલ મીડિયા પર દીકરી દુઆ સાથે એક ફોટો શેર કરીને પોતાની બીજી પ્રેગ્નન્સીની જાણકારી આપી. પ્રેગ્નન્સી દરમિયાન પણ કરશે ઇન્ટેન્સ એક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, દીપિકા પોતાની પ્રેગ્નન્સી દરમિયાન પણ પ્રોફેશનલ જવાબદારીઓને પૂરી અગ્રતા આપી રહી છે. હાલમાં તે ફિલ્મ 'રાકા'નું શૂટિંગ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું, દીપિકા ફિલ્મ 'રાકા' માટે કેટલાક ઇન્ટેન્સ એક્શન સીક્વન્સ શૂટ કરી રહી છે. તે પોતાની આખી પ્રેગ્નન્સી દરમિયાન આ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખશે. દીકરી દુઆની તસવીર શેર કરીને આપી જાણકારી દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર એક કોલાજ કે સિંગલ ફોટોને બદલે એક અત્યંત સિમ્પલ અને સુંદર તસવીર શેર કરી હતી. તેમાં દીકરી દુઆ પાદુકોણ સિંહે એક પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી રાખી છે. ફોટોમાં રણવીર અને દીપિકાના હાથ પોતાની દીકરીને પકડીને ઊભેલા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ શેર કરતા દીપિકાએ કેપ્શનમાં કોઈ શબ્દનો ઉપયોગ કર્યો નથી, પરંતુ માત્ર ખરાબ નજરથી બચાવનાર (Evil Eye) ઇમોજી મૂક્યો છે. 2024માં પહેલીવાર માતા બની હતી દીપિકા અને રણવીરની પર્સનલ લાઇફની વાત કરીએ તો, બંનેએ લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ નવેમ્બર 2018માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના લગભગ 6 વર્ષ પછી સપ્ટેમ્બર 2024માં દીપિકાએ પોતાની પહેલી દીકરી દુઆને જન્મ આપ્યો હતો. હવે દુઆ દોઢ વર્ષની થવાની છે અને જલ્દી જ મોટી બહેન બનવાની છે. કપલની આ પોસ્ટ પર બોલિવૂડ સેલેબ્સ અને ફેન્સ સતત શુભેચ્છાઓ આપી રહ્યા છે. ડિસેમ્બર 2026માં રિલીઝ થશે 'કિંગ' વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાસે આ સમયે બે સૌથી મોટી ફિલ્મો પાઇપલાઇનમાં છે. તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ 'કિંગ'માં જોવા મળશે, જેમાં શાહરુખ ખાન લીડ રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મ 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ઉપરાંત, તે ડિરેક્ટર એટલીની ફિલ્મ 'રાકા'માં સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ પાવરફુલ અને એક્શનથી ભરપૂર હોવાનું કહેવાય છે.
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 20 April | UP man arrested for offering namaz in middle of road, ‘disrupting traffic’
    Next Article
    પાલનપુર દિલ્હીગેટ પાસે ખુલ્લા પાર્કિંગમાં વાહનોમાં આગ:એક કાર અને જીપ બળીને ખાખ, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment