Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજનો ચૂંટણી જંગ:ગાંધીનગરમાં મતદાનના દિવસે મોબાઈલ અને વાહનો પર પ્રતિબંધ, ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

    2 days ago

    ગાંધીનગર જિલ્લામાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી 2 નગરપાલિકાઓ કલોલ-દહેગામ તેમજ જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને મતદારો કોઈ પણ ભય વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાશે નહીં ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની અંદર તેમજ 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાશે નહીં. ખાસ કરીને મતદાન મથકોમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન કે વાયરલેસ સેટ જેવા સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આસપાસ વાહનોના જમાવડા પર પણ પ્રતિબંધ આ ઉપરાંત મતદાન મથકની આસપાસ વાહનોના જમાવડા પર પણ પ્રતિબંધ રહેશે. બીજી તરફ ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર. શર્માએ પણ ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ દરેક મતદારે મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પાસે લાઈનમાં ઉભા રહેવું પડશે. સ્ત્રીઓ માટેની અલગ કતારમાં પણ શિસ્તબદ્ધ રીતે ઉભા રહીને પોતાના વારા મુજબ મતદાન કરવાનું રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ મતદારોએ મથક અને તેની આસપાસનો વિસ્તાર ખાલી કરવાનો રહેશે જેથી અન્ય મતદારોને અડચણ ન પડે. આગામી 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.જે 30મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્રને વિશેષ સત્તાઓ સોંપાઈ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ કાયદેસરની ફરિયાદ દાખલ કરી શકશે. ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને નિરીક્ષકોને ફરજ માટે જરૂરી સાધનો વાપરવાની છૂટછાટ આપવામાં આવી છે.જ્યારે સામાન્ય નાગરિકો માટે આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    રૂ.2 લાખનું આવાસ લેવામાં લોકોને રસ નથી!:RMCને 1 BHKનાં 1057 આવાસ માટે પખવાડિયામાં માત્ર 454 ફોર્મ મળ્યા, 2-3 BHK આવાસ લેવા ફોર્મનો ઢગલો થયો
    Next Article
    3500થી વધુ લોકો સુરત રેન્જમાં અકસ્માતને ભેટે છે:મોટાભાગના બનાવમાં ચાલુ ટ્રેનમાં બેસવાનો પ્રયાસ કારણભૂત, GRPના DySPની અપીલ- ટ્રેક પર શોર્ટકટ ટાળો, જીવ બચાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment