Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3500થી વધુ લોકો સુરત રેન્જમાં અકસ્માતને ભેટે છે:મોટાભાગના બનાવમાં ચાલુ ટ્રેનમાં બેસવાનો પ્રયાસ કારણભૂત, GRPના DySPની અપીલ- ટ્રેક પર શોર્ટકટ ટાળો, જીવ બચાવો

    2 days ago

    ઉનાળુ વેકેશનની સિઝન શરૂ થઈ ગઈ છે. જેથી દરેક રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના સમયે ખાસ પોલીસ ફોર્સ રેલવે યાત્રીઓની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે.જેથી ચાલુ ટ્રેને દોડી બેસવા જતા યાત્રીઓને અટકાવી શકાય તેઓના જીવ બચાવી શકાય છે. વલસાડ, વાપી, બીલીમોરા, નવસારી સહિત ના રેલવે સ્ટેશન ખાતે ઘણા કેસોમાં પ્લેટફોર્મ ઉપર પેટ્રોલિંગ કરતા જવાનોએ રેલવે યાત્રીઓનો અમૂલ્ય જીવ પણ બચાવ્યો છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે થતી બેદરકારી અને ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરવાના કારણે થતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત રેન્જ વિસ્તારમાં દર વર્ષે સરેરાશ 3500થી વધુ લોકો ટ્રેનની અડફેટે આવવાથી અથવા અકસ્માતને કારણે જીવ ગુમાવે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રેલવે પોલીસ (GRP) દ્વારા મુસાફરો અને સ્થાનિકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ​મોબાઈલ અને શોર્ટકટ જીવલેણ બને છે ​સુરત રેન્જના DySPએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક ઓળંગવા માટે લોકો ઘણીવાર શોર્ટકટ અપનાવતા હોય છે. ખાસ કરીને લોકો મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગૂલ હોય ત્યારે ટ્રેનની ગતિનો અંદાજ મેળવી શકતા નથી. વર્તમાન સમયમાં ટ્રેનોની સ્પીડ ઘણી વધારે હોવાથી, વ્યક્તિને બચવાની તક મળતી નથી. આથી, રેલવે ટ્રેક ઓળંગવાને બદલે હંમેશા ફૂટ ઓવર બ્રિજ (FOB) નો જ ઉપયોગ કરવો જોઈએ. ​GRPના DySP દ્વારા મુસાફરોને અપાયેલી મહત્વની સૂચનાઓ ​શોર્ટકટ ટાળો: પ્લેટફોર્મ પર એક બાજુથી બીજી બાજુ જવા માટે પાટા ઓળંગવાને બદલે બ્રિજનો ઉપયોગ કરો. ​સમયસર સ્ટેશને પહોંચો: ટ્રેન છૂટી જવાની બીકે ઉતાવળમાં અકસ્માત ન સર્જાય તે માટે ટ્રેનના સમયના અડધા કલાક પહેલા સ્ટેશન પર પહોંચવાનો આગ્રહ રાખો. ​ચાલુ ટ્રેને ચઢવાનું ટાળો: ટ્રેન પકડવા માટે ક્યારેય દોડતી ટ્રેને ચઢવાનો કે ઉતરવાનો પ્રયાસ ન કરો, તે જીવલેણ સાબિત થઈ શકે છે. ​રેલવે ટ્રેક નજીકના રહીશો માટે: રેલવે લાઈન નજીક રહેતા લોકોએ ટ્રેક પર ચાલવું નહીં કે પશુઓને ત્યાં છોડવા નહીં. ​જાગૃતિ અભિયાન તેજ કરાયું ​રેલવે સ્ટેશનો પર મુસાફરોને જાગૃત કરવા માટે GRP દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. લાઉડસ્પીકર દ્વારા સૂચનાઓ અને પોસ્ટર્સ દ્વારા લોકોને સુરક્ષિત મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. DySPએ વધુમાં ઉમેર્યું હતું કે, "તમારી એક ભૂલ તમારા પરિવારને ક્યારેય ન પુરાય તેવી ખોટ આપી શકે છે, માટે એક જવાબદાર નાગરિક તરીકે રેલવેના નિયમોનું પાલન કરો."
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજનો ચૂંટણી જંગ:ગાંધીનગરમાં મતદાનના દિવસે મોબાઈલ અને વાહનો પર પ્રતિબંધ, ભંગ કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી
    Next Article
    JEE Mains Session 2 Result 2026, jeemain.nta.nic.in LIVE Updates: JEE Main final answer key out, 2 questions dropped

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment