Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના રાધનપુર-વારાહી હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ:મોટી પીપળી ગામ પાસે વાહનવ્યવહાર ખોરવાયો, કોઈ જાનહાનિ નહીં

    2 days ago

    પાટણ જિલ્લાના રાધનપુર-વારાહી નેશનલ હાઈવે પર મોટી પીપળી ગામ નજીક એક ચાલુ ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આજે રાધનપુરથી વારાહીને જોડતા નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી વાહન ઉભું રાખી નીચે ઉતરી ગયો હતો, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા ટ્રેલરને લપેટમાં લઈ લીધું હતું. નેશનલ હાઈવે પર ચાલુ વાહનમાં આગ લાગવાની આ ઘટનાને પગલે અન્ય વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. આગની તીવ્રતાને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પરિણામે થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ દુર્ઘટનામાં ટ્રેલરને મોટાપાયે નુકસાન થયું હોવાનું જણાઈ રહ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે. ઘટના બાદ બળી ગયેલા વાહનને હાઈવે પરથી હટાવી ટ્રાફિક સામાન્ય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જ્યાં ગઈકાલે મુસાફરોની ભીડ હતી ત્યાં આજે કાગડા ઉડે છે:ઉધના સ્ટેશન પર બીજા દિવસે સ્થિતિ સામાન્ય, વેકેશનમાં સમયમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતા
    Next Article
    પાર્ટ-ટાઈમ જોબના બહાને વસ્ત્રાલના યુવક સાથે ₹30.49 લાખની છેતરપિંડી:હોટેલ-રેસ્ટોરન્ટમાં ગુગલ રિવ્યૂ આપવાનું કહી શરૂઆતમાં નાની રકમનો નફો અપાવ્યો; સાયબર ક્રાઈમમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment