Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્યાં ગઈકાલે મુસાફરોની ભીડ હતી ત્યાં આજે કાગડા ઉડે છે:ઉધના સ્ટેશન પર બીજા દિવસે સ્થિતિ સામાન્ય, વેકેશનમાં સમયમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતા

    2 days ago

    દક્ષિણ ગુજરાતની સ્કૂલ-કોલેજોમાં ગરમીની રજા, કારખાનાઓમાં રજા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે રાંધણગેસની અછતને લીધે હજારો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિસાવાસીઓએ વતનની વાટ પકડી છે. દરમિયાન રવિવારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતીય શ્રમિકોની ભારે ભીડ ઉમટી હતી. આજે બીજા દિવસે એટલે કે સોમવારે ઉધના રેલ્વે સ્ટેશન ખાતે કાગડા ઉડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભીડ માત્ર એક જ દિવસની હોય તે પ્રકારની હાલ સ્થિતિ સામે આવી રહી છે. ગઈકાલે શું ઘટના બની હતી? ગતરોજ ઉધના રેલવે સ્ટેશ. ખાતે અંદાજે 28 હજારથી વધુ મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ તેમાં માત્ર 23 હજારને જ ટ્રેનોમાં જગ્યા મળી શકી, જ્યારે 5 હજારથી વધુ મજૂરો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા હતા. શનિવારે મોડી સાંજથી મોટી સંખ્યામાં મુસાફરોએ ઉધના સ્ટેશને ધામો નાંખ્યો હતો. મુસાફરોની સંખ્યા વધી રહી હતી. હાલાકી એટલી વધી ગઈ કે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો બેરિકેટ પર ચઢી ગયા હતા. જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યા સવારે રેગ્યુલર દિવસોની જેમ ઉધના રેલવે સ્ટેશન પર સામાન્ય મુસાફરો દેખાયા હતા. આજે પણ થોડા ઘણા આજે મુસાફરો આવ્યા હતા તેમને લાઈનબધ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. ગતરોજ જ્યાં મુસાફરો ની ભીડ હતી ત્યાં આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યા હતા. ઉધના રેલવે સ્ટેશનના બંને હોલ્ડિંગ એરિયામાં એક પણ મુસાફર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વેકેશનમાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતા રવિવારના દિવસે જે અફરાતફરી અને ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આજે સોમવારના દિવસે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ વેકેશન દરમિયાન શનિવાર, રવિવાર અને મંગળવારના રોજ થવાની શક્યતા છે. વેકેશન દરમિયાન થતી પરિસ્થિતિને લઈને રેલવે વિભાગ દ્વારા આ ત્રણેય દિવસોમાં સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ જેટલી ટ્રેન અન રિઝલ્ટ સાથે જનરલ કોચવાળી ટ્રેન દોડાવવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહીસાગરની મુલાકાતે:સંતરામપુરમાં વિકાસ સંકલ્પ સભા અને બેઠકનું આયોજન
    Next Article
    પાટણના રાધનપુર-વારાહી હાઈવે પર ટ્રેલરમાં ભીષણ આગ:મોટી પીપળી ગામ પાસે વાહનવ્યવહાર ખોરવાયો, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment