Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં મેવાણીને કાળા ઝંડા બતાવ્યા:હાય હાયના નારા લાગ્યા, કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારકનો વિરોધ કર્યો

    2 days ago

    અમદાવાદમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીને કાળા ઝંડા બતાવી હાય હાયના નારા લાગ્યા છે. ગઈકાલે(19 એપ્રિલ) સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીએ સરસપુર-રખિયાલ વોર્ડના ઉમેદવારોના પ્રચાર માટે રેલી યોજી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ પણ જોડાયા હતા. પરંતુ ટિકિટના વિવાદના કારણે રેલી જ્યારે મન્સૂરીની ચાલી પાસે પહોંચી ત્યારે કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારક અને ઉમેદવારનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓએ કાળા ઝંડા ફરકાવી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ રેલીમાં જોડાયેલા કાર્યકર્તાઓએ જીતેગા ભાઈ જીતેગા પંજા વાલા જીતેગાના નારા લગાવ્યા હતા. તેમજ વિવાદ વધારે ન થયા તે માટે મોટી સંખ્યામાં પોલીસ પણ રાખવામાં આવી હતી. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે ત્યારે ગઇકાલે સવારે કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. જ્યારે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે બફાટ કરતા કહ્યું કે, જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા. આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના પ્રગતિ આહિરે જણાવ્યું કે, તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ. થોડી શરમ તો કરો. ભાજપમાં આવા જ નેતા ભર્યા છે? ઉલ્લેખનીય છે કે, હરિ પટેલ પોરબંદરના સાંસદ રહી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    બાળકીઓની છેડતીના બનાવો અને લલનાઓના અડ્ડાથી 6000 સ્થાનિકો નરકાગાર સ્થિતિમાં:ઉમરવાડા-માતાવાડીમાં એક જ શૌચાલય; સમસ્યાઓથી રહીશો તોબા પોકારી ઉઠ્યાં
    Next Article
    Tamil Nadu Factory Blast: Probe Finds Safety Lapses, 20 Workers In Room Meant For 4

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment