Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકીઓની છેડતીના બનાવો અને લલનાઓના અડ્ડાથી 6000 સ્થાનિકો નરકાગાર સ્થિતિમાં:ઉમરવાડા-માતાવાડીમાં એક જ શૌચાલય; સમસ્યાઓથી રહીશો તોબા પોકારી ઉઠ્યાં

    2 days ago

    સ્માર્ટ સિટી સુરતના વોર્ડ નંબર 14 ઉમરવાડા માતાવાડી વિસ્તારમાં આવેલી પાટી ચાલ ઝૂંપડપટ્ટીના રહીશો આજે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. પીવાનું પાણી, ડ્રેનેજ તેમજ પાયાની સુવિધા ના હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. કહ્યું, નેતાઓ માત્ર ચૂંટણી સમયે મતો માંગવા આવે છે નેતાઓ જીત્યા પછી મોઢું પણ બતાવતા નથી. સુરત મહાનગર પાલિકામાં આવતા વોર્ડ નં. 14માં ઉમરવાડા, માતાવાડી વિસ્તારમાં દિવ્ય ભાસ્કર ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં આશરે 5000થી 6000 જેટલા લોકો વસવાટ કરે છે, પરંતુ અહીં ગટર, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ગટરની સમસ્યા એટલી ગંભીર છે કે ગમે ત્યારે ઉભરાય જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર એ કોઈ ધ્યાન આપ્યું ના હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતાં. લલનાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડાથી સ્થાનિકો ત્રસ્ત ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શૌચાલયની વ્યવસ્થા અત્યંત ખરાબ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં માત્ર એક જ 'પે એન્ડ યુઝ' શૌચાલય છે, જેની હાલત જર્જરિત છે. વધુમાં વિસ્તારની બાજુમાં લલનાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો હોવાથી શાળાએ જતી દીકરીઓ અને મહિલાઓની છેડતીના બનાવો પણ બને છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીત્યા પછી તેઓ આ વિસ્તારની મુલાકાત પણ લેતા નથી હાલ આ વિસ્તારની વાત કરીએ તો રોડ, રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાનો ખૂબ અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે વોર્ડ નં. 14ના કોર્પોરેટરો માત્ર પાંચ વર્ષે એક જ વાર વોટ માંગવા આવે છે. જીત્યા પછી તેઓ આ વિસ્તારની મુલાકાત પણ લેતા નથી. વર્ષોથી આ વિસ્તારની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. 'કોર્પોરેટર પાંચ વર્ષમાં એક વાર વોટ લેવા આવે' સ્થાનિક આસિફ ખલીફાએ જણાવ્યું હતું કે, અહીંયા એક તો રોડ-રસ્તા, બીજા નંબરમાં ગટર, કચરો ને પાણી અને લાઈટની સમસ્યા છે. બીજું કે અમારા કોર્પોરેટર પાંચ વર્ષમાં એક વાર વોટ લેવા આવે 'અમને વોટ આપજો, અમને વોટ આપજો'. વોટ લઈને ચાલ્યા જાય, પછી પાંચ વર્ષ સુધી કોઈ જોતું નથી, ઝૂંપડપટ્ટી છે એટલે. સારી સોસાયટીઓમાં તો એ લોકો એક કચરો રહેવા દેતા નથી, રોજ સફાઈ થાય છે. અહીંયા બે-બે, ત્રણ-ત્રણ મહિને સફાઈ થાય છે. 'ખાલી હવા હવા કરે છે, બાકી ઝૂંપડપટ્ટીમાં કોઈ વિકાસ નથી' તેને વધુમાં કહ્યું કે, બીજા નંબરમાં કે આગળ તમે જોયું જ છે કે ગરનાળું છે. હવે આ જુવાન પોરિયા, જુવાન છોકરીઓ કે બૈરાઓ જાય ક્યાં ટોઈલેટ કરવા? બીજા નંબરમાં કે અહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એ પેલો કોન્ટ્રાક્ટર સરકારનું કહીને ચાલ્યો ગયો. તો આ આવી આવી સુવિધાઓ છે, આટલો વિકાસ થાય છે. બાજુમાં એસ.ટી. ડેપો બને છે નવો, પછી મોટામાં મોટું રેલવે સ્ટેશન છે. આ બધી ખાલી હવા હવા કરે છે, બાકી ઝૂંપડપટ્ટીમાં કોઈ વિકાસ નથી. 'પૂર્વ મેયર અસ્મિતાબેનનો વિસ્તાર આ જ પરિસ્થિતિમા' ખલીફાએ વધુમાં કહ્યું કે, સુરતના મેયર એમ કીધું હતું કે સફાઈમાં પહેલો નંબર સુરતનો આવ્યો. એ મને નથી લાગતું કે પહેલો નંબર આવ્યો, આ તો ઝીરો લાગે છે. અને અમારા આજથી ઘણા વર્ષ પહેલા અહીં જે મેયર અસ્મિતાબેન શિરોયા હતા, એ આ વિસ્તારના કોર્પોરેટર રહી ચૂક્યા છે, પણ ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. કોઈ ઝૂંપડપટ્ટીવાળાનું સાંભળવા તૈયાર નથી. 'સુરત એક નંબર સફાઈમાં, પણ સફાઈ ઝીરો નંબર છે' તેને વધુમાં જણાવ્યું કે, સ્થિતિમાં તો તમે જોશો તો નરકની જેમ નરકમાં છે એમ સમજો. તમે અત્યારે પાણીના ટાઈમે આવશો તો પાણી આખું ભરાયેલું હશે. લોકો કેમ જીવે છે હું એ વિચારું છું કે લોકો કેમ રહે છે અહીંયા? કોઈ રહી જ ન શકે. સરકારે અહીંયા જોવું પડે, ઝૂંપડપટ્ટીને જોવું પડે અને એનો થોડો વિકાસ કરવો પડે. તમે ખાલી સોસાયટીઓમાં અને મોટી મોટી ખાલી વાતો ફૂંક્યા કરો કે ભાઈ સુરત એક નંબર સફાઈમાં, પણ સફાઈ ઝીરો નંબર છે. 'ગેસ્ટ હાઉસ ચાલે છે, ત્યાં લલનાઓનો મોટો ત્રાસ છે' સ્થાનિક આસિફ ખલીફાએ કહ્યું કે, લલનાઓ રોડ ઉપર રિક્ષા લઈને ઉભી રહે છે, ગ્રાહકો અહીંયા હોય છે તો બીજા ગમે તેને, બીજી બૈરાઓને એ જ નજરે લોકો જુએ છે, એવી સમસ્યા છે. કોર્પોરેટર આવે એટલે અમારી તો આ જ તૈયારી છે કે અમે અહીંયાથી એને ભગાવશું. 'કાદવ-પાણી ભરાયેલા છે, બહુ પરેશાની થાય છે' અફસરૂન નિસા અબ્દુલ અઝીઝ ખાને કહ્યું હતું કે, મોહલ્લામાં કાદવ-પાણી ભરાયેલા છે, ગરનાળામાંથી અમે આવીએ છીએ, ત્યાં ગોઠણ સુધી પાણી ભરેલું હોય છે, બહુ પરેશાની થાય છે. ગરનાળાની બહાર આ ધંધો ચાલુ છે, જુવાન છોકરીઓ લઈને બધી આવે-જાય છે, આ બધું છેડખાની થાય છે. બહુ મગજમારી છે, હવે શું કરીએ? કઈ રહેવા જેવું અહીં છે નહીં, પણ ગરીબીના કારણે, ધંધા-રોજગારના કારણે માણસ અહીં રહે છે. કોઈ સફાઈવાળા કે કોઈ કોર્પોરેટર આવતા નથી. મોહલ્લામાં આટલી ગંદકી છે, ખાલી વોટ માંગવા આવે છે , એના પછી કોઈ આવતું નથી. અત્યારે આટલી ગંદકી, મચ્છરો છે, પણ કોઈ સફાઈ કે દવા છાંટવા પણ નથી આવતું. 'અહીં મહોલ્લામાં ક્યાંય શૌચાલય નથી' મોહમ્મદ ઇનામ ખાને જણાવ્યું હતું કે,અહીંયા નાળાના પાણીનું નિકાલ થતું નથી. શૌચાલય અને બાથરૂમ નથી, તો મહિલાઓ ક્યાં જાય? રાત્રે ક્યાં જવાનું? આ બધી સમસ્યાઓ છે, અહીં ઘણી ગંદકી છે. ગટરનું પાણી રસ્તા પર આવી રહ્યું છે. અરે બહુ ગંદુ પાણી છે. પીવા જેવું પાણી પણ નથી આવતું, અમે એ પાણી પીતા પણ નથી. અહીં મહોલ્લામાં ક્યાંય શૌચાલય નથી. અમારે ક્યાંક બહાર કે દૂર જવું પડે છે. કોર્પોરેટર અહીં કોઈ આવતું નથી. ફરિયાદ તો ઘણી કરી પણ કોઈ સાંભળતું નથી. વરસાદમાં તો આખા ઘરમાં પાણી ભરાઈ જાય છે. 'વોટ માંગવા માટે આવશે અને પછી દેખાશે પણ નહીં' સ્થાનિક યુવાન માસૂકે જણાવ્યું હતું કે, હું અહીંયા પાટી ચાલમાં રહું છું. અહીં 5-6 હજારની વસ્તી છે, જુઓ અહીંયા કેટલી ગંદકી છે. અહીં કોઈ કોર્પોરેટર આવતા નથી, 5 વર્ષમાં એકવાર આવશે. વોટ માંગવા માટે આવશે અને પછી દેખાશે પણ નહીં. ગંદકી સાથે શૌચાલયની પણ બહુ તકલીફ છે, માણસ બાથરૂમમાં જાય તો પણ તકલીફ પડે. અમે બધા યુપી-બિહારના લોકો અહીં રહીએ છીએ, ગંદકી બહુ જ છે અને કોઈ આવતું નથી. કોર્પોરેટરને ક્યારેય જોયા નથી. 'સાફ-સફાઈ કરાવો, એના પછી જ અમે વોટ આપીશું' મહેબૂબ ખાને જણાવ્યું હતું કે, મુશ્કેલી એ જ છે કે અહીંયા સાફ-સફાઈ થતી નથી. કોઈ કર્મચારી સફાઈ કરવા આવતો નથી. દરેક વસ્તુની પરેશાની છે. પાણીનો નિકાલ નથી, ગટર સાફ નથી થતી, કંઈ જ થતું નથી. રજૂઆત બધા કરીએ છીએ પણ કોઈ આવતું જ નથી, અહીંયા કોઈ દેખાતું જ નથી. અમે લોકો ફરિયાદ પણ કરીએ છીએ તો કોઈ જોવા નથી આવતું. એક શૌચાલય પણ બનાવ્યું છે મેદાનમાં, ત્યાં પણ કોઈ નથી આવતું કે તેનો તાળું તો ખોલી આપે. બસ હા-હા કરે છે અને પછી આવતા જ નથી. વોટ માંગવા પાંચ વર્ષમાં એકવાર આવે છે. પછી પાંચ વર્ષ સુધી કોઈ દેખાતું જ નથી. હવે એ આવશે તો કહીશું કે પહેલા આ બધું સાફ-સફાઈ કરાવો, એના પછી જ અમે વોટ આપીશું, નહિતર નહીં આપીએ. 'મહિલાઓ અને બાળકોને સૌથી વધારે બાથરૂમની તકલીફ' સાધના અંસારીએ વધુમાં કહ્યું કે, કોર્પોરેટરને તો એ જ કહીશ કે અહીંયા આવે, અમારી સાથે બે દિવસ રહે અને જુએ કે અમે કેવી પરિસ્થિતિમાં રહીએ છીએ. તો તમને પણ ખબર પડી જશે, અમારે કોઈને કહેવાની જરૂર પણ નહીં પડે. મહિલાઓ અને બાળકોને સૌથી વધારે બાથરૂમની તકલીફ છે. કેમકે અહીંયાથી બાથરૂમ ખૂબ દૂર છે અને રાત્રે બંધ પણ થઈ જાય છે. તો અમને રાત્રે અને દિવસે પણ તકલીફો થાય છે. બાથરૂમ ચોખ્ખું નથી હોતું અને બાથરૂમ પણ તૂટેલું છે જે ગમે ત્યારે પડવાનો ડર રહે છે, જેથી અમારો જીવ જવાનો પણ જોખમ છે. 'જીતાડી દઈએ છીએ પછી અમારા માટે કંઈ જ નથી કરતા' સાઈનાઝ અંસારીએ જણાવ્યું કે, એક તો વીજળી આપે છે તેમાં પણ કાપ મૂકે છે, ગરમીમાં ખૂબ જ હેરાનગતિ થાય છે. આ ઝૂંપડપટ્ટી તોડવાનું કહે છે પણ અમને ઘર આપતા નથી. પાણીનું પણ કંઈ ઠેકાણું હોતું નથી, આટલી બધી સમસ્યાઓ છે. રસ્તાઓ એવા છે કે આખું ગટર ભરાઈ જાય છે, કોઈ સાફ કરવા પણ નથી આવતું. કોર્પોરેટર અહીં આવે છે અને હાથ જોડીને કહે છે કે અમને જીતાડો બહેન, અમે આ કરીશું, અમે પેલું કરીશું. અમે જીતાડી પણ દઈએ છીએ તો પણ અમારા માટે કંઈ જ નથી કરતા. 'અમે વોટ જ ન આપીએ અને જીતાડીએ જ નહીં' તેને વધુમાં કહ્યું કે, અત્યારે આવશે તો પણ એવું જ કહેશે કે અમે તમારા માટે સુવિધા કરી દઈશું, ગટરની સુવિધા કરીશું. અમે તો ભોળા છીએ એટલે તેમની વાતમાં આવી જઈએ છીએ.આ વખતે તો તેના કરતાં તો સારું છે કે અમે વોટ જ ન આપીએ અને જીતાડીએ જ નહીં, અમે એમ જ બેસી રહીએ. 'કોર્પોરેટરને જોયાને એક જમાનો થઈ ગયો!' અલ્લા રખા અંસારીએ જણાવ્યું કે, તંત્રને તો એમ જ કે અહીં જ પેદા થયા છીએ, આટલા મોટા થઈ ગયા પણ હજુ સુધી કોઈ સુવિધા જ મળી રહી નથી. અહીં ખાલી વોટ લેવા માટે જ આવે છે, પછી આવતા જ નથી. કોર્પોરેટરને એક જમાનો થઈ ગયો જોયાને! જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે જોયા હતાં. એના પછી કોઈ આવ્યું જ નથી. આવશે તો એજ બતાવીશું કે આ રસ્તો જુઓ, ઉપર-નીચે બધે જ પબ્લિક આવે-જાય છે અને રસ્તામાં પડી જાય છે. 'જે સુવિધા આપશે તેને વોટ આપીશું, નહીં તો કોઈને નહીં આપીએ' પૂજા અલ્લા રખા શેખે કહ્યું કે, જુઓ ગટરો વહે છે, કચરાપેટીઓ આખી ભરેલી રહે છે, કોઈ પણ પ્રકારની સુવિધા નથી. વોટ લઈને ચાલ્યા જાય છે. મહિલાઓ માટે રાશન-પાણીની કે કોઈ પણ વસ્તુની સુવિધા નથી. કોર્પોરેટર આવે છે, વોટ લઈને ચાલ્યા જાય છે. પછી તમે કોણ અને અમે કોણ એવું થઈ જાય છે. બાળકો માટે કોઈ સુવિધા કરો, મહિલાઓ માટે કોઈ વ્યવસ્થા કરો. અહીં તો માહોલ ઘણો ખરાબ છે. આ ઝૂંપડપટ્ટી તોડીને સારા ઘર આપો અથવા અહીંયા જ સારા મકાન બનાવી આપો જેથી અમારું જીવન પણ સારું બને. જે સુવિધા આપશે તેને વોટ આપીશું, નહીં તો પછી કોઈને નહીં આપીએ.
    Click here to Read More
    Previous Article
    ‘પહેલાં વોર્નિંગ પછી 3 રાઉન્ડ ફાયરિંગ’, VIDEO:અમેરિકાએ ચીનથી આવી રહેલા ઈરાની જહાજ પર કબજાનો નવો વીડિયો જાહેર કર્યો, ઈરાને કહ્યું- જલદી જવાબ આપીશું
    Next Article
    અમદાવાદમાં મેવાણીને કાળા ઝંડા બતાવ્યા:હાય હાયના નારા લાગ્યા, કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ સ્ટાર પ્રચારકનો વિરોધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment