Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડેરા ગામે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ:પોથીયાત્રામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પણ જોડાયા

    1 week ago

    અમરેલી નજીકના વડેરા ગામે અક્ષય તૃતીયાના શુભ દિવસે સમસ્ત ગ્રામજનો દ્વારા શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ધામધૂમપૂર્વક પોથીયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. પોથીયાત્રામાં સ્થાનિક લોકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. મહિલાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના માહોલ વચ્ચે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ લોકસંપર્ક માટે આ પોથીયાત્રામાં જોડાયા હતા. મોટા આંકડીયા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર ડેની પરમાર ગ્રામજનો સાથે ગરબે ઘૂમ્યા હતા. બીજી તરફ, અમરેલી તાલુકા પંચાયતની વડેરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનીષાબેન સોહલીયા પણ મહિલાઓ સાથે રાસ રમતા જોવા મળ્યા હતા. સ્થાનિક આગેવાન પ્રવીણભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું કે, વડેરા ગામમાં આ શિવપુરાણનું આયોજન ગામના સર્વે પિતૃઓના મોક્ષાર્થે, ગામની શાંતિ અને એકતા માટે તેમજ સર્વે જીવોના કલ્યાણ માટે કરવામાં આવ્યું છે. આ કથામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 78,400 પર કારોબાર કરી રહ્યો છે:નિફ્ટીમાં 50 પોઈન્ટનો ઘટાડો, બેંકિંગ અને IT શેરોમાં વેચવાલી
    Next Article
    અમરેલીમાં ફાયર એક્ઝિબિશન યોજાયું:કલેક્ટર અને SP સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment