Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાનું સુરેન્દ્રનગરમાં ભવ્ય સ્વાગત:મુસ્લિમ ભાઈઓએ પુષ્પવર્ષા કરી કોમી એકતાનો સંદેશ આપ્યો

    2 days ago

    સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ઔદિચ્ય બ્રહ્મ સમાજથી પ્રસ્થાન કરીને પરશુરામ ચોક ખાતે પહોંચી હતી. પરશુરામ ચોક ખાતે ભગવાન પરશુરામની ફરસીને ફૂલહાર અર્પણ કરીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ શોભાયાત્રા દરમિયાન મુસ્લિમ ભાઈઓએ ભગવાન પરશુરામની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને કોમી એકતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો. આ દ્રશ્યએ સર્વધર્મ સમભાવનું પ્રતિક પૂરું પાડ્યું. યાત્રાની પૂર્ણાહુતિ બ્રહ્મ સમાજની વાડી ખાતે ભગવાનની મહાઆરતી કરીને કરવામાં આવી હતી. આ અવસરે શહેરના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. વીરેન્દ્ર આચાર્ય, જીજ્ઞાબેન પંડ્યા, પંકજભાઈ, દીપકભાઈ સહિત સમાજના કર્મનિષ્ઠ કાર્યકરોએ યાત્રાને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજી
    Next Article
    US security agency is using Anthropic’s Mythos despite blacklist: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment