Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ખેડૂતોએ અખાત્રીજે ખેતીનું મુહૂર્ત કર્યું:બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજી

    2 days ago

    પાટણ જિલ્લાના ખેડૂતોએ અખાત્રીજના પવિત્ર દિવસે નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો છે. આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને, ખેડૂતોએ પરંપરાગત બળદને બદલે ટ્રેક્ટરનું પૂજન કરી ધરતી પૂજન કર્યું હતું. અખાત્રીજને ખેડૂતો માટે નવા કૃષિ વર્ષની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. આ વણજોયા મુહૂર્તના દિવસે ખેડૂતો ખેતીમાં ઉપયોગમાં લેવાતા ઓજારો અને ટ્રેક્ટર સહિતની વસ્તુઓની પૂજાવિધિ કરે છે. પરિવારની દીકરીઓના હસ્તે પૂજા કરાવીને તેઓ ખેતીનો પ્રારંભ કરે છે અને સારા વર્ષ માટે પ્રાર્થના કરે છે. ખેડૂતો ધરતીને માતા સમાન માને છે અને સારો પાક ઉતરે તે માટે શ્રદ્ધાપૂર્વક ધરતી પૂજન કરે છે. અગાઉ ખેડૂતો હળ-બળદથી ખેતી કરતા હતા અને બળદોની પૂજા કરતા હતા. ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ-ધાણા વહેંચી ખેતીનો પ્રારંભ કરતા હતા. જોકે, ખેતીની પદ્ધતિ આધુનિક બનતા હવે હળ-બળદના બદલે ટ્રેક્ટરનો ઉપયોગ કરીને મુહૂર્ત કરવામાં આવે છે. પાટણના ખેડૂતોએ પણ ખેતરમાં ઉગમણી દિશાએ ટ્રેક્ટર દ્વારા ખેતીનું મુહૂર્ત કર્યું હતું. આ પૂજાવિધિ દરમિયાન ખેડૂતોએ ટ્રેક્ટરને કંકુ-તિલક કર્યા બાદ ધરતી માતાની પૂજા કરી હતી. ત્યારબાદ લાલ નાડાછડી બાંધી, ગોળ અને ધાણા વહેંચ્યા હતા. ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી, ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. આ સાથે જ આવનારું વર્ષ સારું રહે અને કુદરત મહેરબાન રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    India’s cities are crumbling. The rich are seeking urban oases
    Next Article
    પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રાનું સુરેન્દ્રનગરમાં ભવ્ય સ્વાગત:મુસ્લિમ ભાઈઓએ પુષ્પવર્ષા કરી કોમી એકતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment