Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણાંતિકા સર્જાઈ:લીંબડી આગને કારણે યુવાન દંપતીની અંતિમયાત્રામાં સમાજ હિબકે ચડ્યો

    10 hours ago

    શુક્રવારની રાત લીંબડીના વ્હોરા પરિવાર માટે ખરાઅર્થમાં કાળરાત્રિ સાબિત થઈ હતી. વ્હોરા સોસાયટીમાં રહેતાં બુરહાનુદ્દીન લોખંડવાલા, પત્ની તસનીમબેન, 32 વર્ષિય મોટોપુત્ર શબ્બીર, 29 વર્ષિય પુત્રવધુ રસીદા, નાનોપુત્ર મુફુદલ, પુત્રવધુ અમૃતલ્લા અને 1 વર્ષનો પ્રપૌત્ર હસન સાથે દોઢ વર્ષ પહેલાં બનાવેલા આલીશાન બંગલોમાં હાજર હતા. ત્યારે મોડીરાતે 11:30 વાગ્યે નીચેના માળે હોલમાં સોફા ઉપર ચાર્જીંગમાં મૂકેલ ચાઈનીઝ રમકડું બ્લાસ્ટ થયું હતું. સોફાની આગ કાર્પેટ, પડદા અને પીઓપીમાં પ્રસરી ગઈ હતી. શબ્બીર માતા-પિતાને ઘરની બહાર મૂકી ઉપરના માળે સુતેલા નાનાભાઈ તેના પરિવાર તથા પત્નીને બચાવવા દોડી ગયો હતો. આગ અને શોર્ટ સર્કિટને કારણે ડિજિટલ લોકવાળા દરવાજા કામ કરતા બંધ થઈ ગયા હતા. દરવાજો ખખડાવી ભાઈને ઘટના અંગે જાણ કરી પત્નીના રૂમમાં પ્રવેશ્યા ત્યાં સુધીમાં તેમના બેડરૂમમાં આગ પહોંચી ગઈ હતી. આગમાં સપડાયેલી પત્ની રસીદાને બચાવતી વખતે શબ્બીર પણ દાઝી ગયો હતો. ગુંગળામણ અને દાઝી જવાથી દંપતીનું મૃત્યુ થયું હતું. હિન્દુ પાડોશીઓએ મુફુદલ સાથે પરિવારનું રેસક્યું કરી બચાવી લીધા હતા. આગ લાગ્યાની જાણ થયા પછી અડધી કલાક બાદ આવેલા લીંબડી પાલિકાના તળિયું તુટેલા ફાયર બ્રાઉઝરે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તો વ્હોરા પરિવારે પુત્ર અને પુત્રવધૂને ગુમાવી દીધા હતા. દંપતીની અંતિમયાત્રામાં વ્હોરા સમાજ હિબકે ચડ્યો હતો. બનાવને લઈને સ્થાનિકોએ સુધરાઈના નકામા પુરવાર થયેલા ફાયર સાધનોને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ ચીફ ઓફિસર સાગર રાડિયા, એસઆઈ જગદીશ પરમારને કચેરીએ બોલાવ્યા હતા. ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે લીંબડી પાલિકાના ફાયરના 3 વાહનોની વયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. 15 મહિનાથી સરકારમાં નવા ફાયર સાધનો આપવા લેખિત રજૂઆત કરાઈ છતાં સરકારે ફાયરના સાધનો આપ્યા નથી. વ્હોરા દંપતિના અપમૃત્યુ માટે કોને જવાબદાર ગણવા તે સૌથી મોટો સવાલ છે. કદાચ આ સવાલનો જવાબ વણઉકેલ્યો રહેશે તે લખવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય! ભવિષ્યમાં આવી કોઈ દૂર્ઘટના ન બને તે માટે સરકાર જાગૃત બની લોકો પ્રત્યેની જવાબદારી સમજી લીંબડી પાલિકામાં ફાયરના સાધનો પર્યાપ્ત કરાવે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    તડબૂચના ભાવ અને માંગ વધી:સુરેન્દ્રનગર જિલ્લામાં દૈનિક અંદાજે 250 મણ તરબુચનુ વેચાણ‎
    Next Article
    T20s shouldn’t be called cricket: Mark Taylor on ‘essence of batting’ changing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment