Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના ચૂંટણીના રણમેદાનમાં વિકાસના મુદ્દાઓ ગૌણ બન્યા:મતદારોને આકર્ષવા રાજકીય પક્ષોએ ઇતિહાસના પાના ઊથલાવ્યા, વ્યક્તિગત આક્ષેપો અને આંતરિક બળવાએ માહોલ ગરમ કર્યો

    2 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે ત્યારે સવારે કડીના નંદાસણમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. જ્યારે ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે બફાટ કરતા કહ્યું કે, જવાહરલાલ નહેરુ પંડિત હતા જ નહીં મુસ્લિમના દીકરા હતા. આ નિવેદનનો જડબાતોડ જવાબ આપતા કોંગ્રેસના પ્રગતિ આહિરે જણાવ્યું કે, તમારી બુદ્ધિમતા દેખાઈ ગઈ. થોડી શરમ તો કરો. ભાજપમાં આવા જ નેતા ભર્યા છે? ઉલ્લેખનીય છે કે, હરિ પટેલ પોરબંદરના સાંસદ રહી ચૂક્યા છે. ગઈકાલે ગાંધીનગરમાં પણ દ્રશ્યો કંઈ અલગ નહોતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ મહિલા અનામત બિલને લઈને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જ્યાં સત્તાધારી પક્ષ કોંગ્રેસને 'નારી શક્તિ વિરોધી' ગણાવી રહ્યો છે, ત્યાં કોંગ્રેસ તેને ભાજપની રાજનીતિ ગણાવે છે. પરંતુ, આ વાકયુદ્ધમાં મૂળ પ્રશ્ન એ છે કે, શું આ રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાગરિકોની પાયાની જરૂરિયાતોને ઢાંકી દેવા માટેનું શસ્ત્ર બની રહ્યા છે? આંતરિક બળવા અને જનઆક્રોશનો જ્વાળામુખી જ્યારે નેતાઓ સ્ટેજ પરથી મોટા દાવા કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ મેદાનમાં સ્થિતિ કંઈક અલગ જ હતી. ચાંદખેડામાં 'પેરાશૂટ ઉમેદવાર'નો વિરોધ હોય કે પછી રામોલ-હાથીજણમાં પૂર્વ કોર્પોરેટરને મહિલાઓએ ખદેડી મૂક્યા હોય – આ તમામ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપના ગઢમાં પણ કાર્યકર્તાઓ અને મતદારોમાં ભારે અસંતોષ છે. વડોદરાના વોર્ડ નંબર 10માં પેમ્ફલેટ દ્વારા ઉમેદવારોના ફોટા પર ચોકડી મારીને કરાયેલો વિરોધ એ વાતનો સંકેત છે કે હવે મતદારો માત્ર આશ્વાસનોથી સંતોષાવા તૈયાર નથી. આ તમામ હોબાળા વચ્ચે, કોંગ્રેસે પોતાનું 'વિઝન ડોક્યુમેન્ટ' જાહેર કરીને વિકાસના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. અમિત ચાવડાએ 'પરિવર્તનનો સંકલ્પ' અને 'પંજો' લાવવાની હાકલ કરી છે, પરંતુ ચૂંટણીના માહોલમાં ચાલી રહેલા ગરમાગરમ વિવાદો વચ્ચે આ દસ્તાવેજ મતદારોના મન સુધી કેટલો પહોંચશે, તે એક મોટો પ્રશ્ન છે.
    Click here to Read More
    Previous Article
    'અમે શહેરનો ભાગ છીએ કે નહીં?':ટેક્સ વસૂલાતમાં ‘નંબર વન’, સુવિધાઓમાં ‘શૂન્ય’; વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડ 13ના લોકોનો આક્રોશ
    Next Article
    Rashid Khan Asked To Quit Afghanistan, Take Indian Citizenship. His Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment