Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી પાલિકાએ 13 વોર્ડમાં એન્જિનિયરો નિમ્યા:નાગરિકોની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે 'વન સ્ટોપ સોલ્યુશન'

    16 hours ago

    નવસારી શહેરમાં વરસાદી વિરામ બાદ નવસારી મહાનગરપાલિકાએ નાગરિકોની ફરિયાદોના ઝડપી અને કાયમી નિરાકરણ માટે 'વન સ્ટોપ સોલ્યુશન' સિસ્ટમ અમલમાં મૂકી છે. અત્યાર સુધી શહેરીજનોને નાના-મોટા કામો માટે પાલિકા કચેરીના ધક્કા ખાવા પડતા હતા, જ્યાં અધિકારીઓ વ્યસ્ત હોવાથી મુલાકાત શક્ય બનતી નહોતી. આ સમસ્યાના નિરાકરણ માટે પાલિકાના બાંધકામ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. બાંધકામ સમિતિના ચેરમેન સુનીલ લાંજેવાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, શહેરના તમામ 13 વોર્ડમાં 13 અલગ-અલગ મદદનીશ એન્જિનિયરોની નિમણૂક કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ નાગરિકો પોતાના વિસ્તારમાં જર્જરીત રસ્તા, સફાઈ, ગંદકી કે અન્ય પ્રાથમિક સુવિધાઓને લગતી કોઈપણ ફરિયાદ માટે પોતાના વોર્ડના નગરસેવકનો અથવા સીધા જ નિમાયેલા એન્જિનિયરનો સંપર્ક કરી શકશે. આ સમગ્ર કામગીરી પર યોગ્ય દેખરેખ રાખવા માટે 13 વોર્ડ એન્જિનિયરોની ઉપર 3 ચીફ એન્જિનિયરોને મૂકવામાં આવ્યા છે. તેઓ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ અને મોનિટરિંગ કરશે, જેથી ફરિયાદોનું નિરાકરણ સમયસર અને અસરકારક રીતે થાય. બાંધકામ સમિતિના ચેરમેન સુનિલ લાંજેવારે વધુમાં જણાવ્યું હતું કે, આ નવો કોન્સેપ્ટ સુરત અને અમદાવાદ જેવી મોટી મહાનગરપાલિકાઓમાં પ્રચલિત વોર્ડ વાઈઝ એન્જિનિયરિંગ સિસ્ટમ પર આધારિત છે. જાહેર જનતાને હાલાકી ન ભોગવવી પડે અને તેઓ સીધા જ પાલિકા તંત્ર સાથે જોડાઈ શકે તે આ નિર્ણયનો મુખ્ય હેતુ છે. સ્થાનિક કોર્પોરેટરો મારફતે મળતી ફરિયાદો સીધી જ નિમણૂક પામેલા મદદનીશ એન્જિનિયરો સુધી પહોંચશે, જેના આધારે કામગીરીનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે. આ વ્યવસ્થાથી શહેરીજનોના સમય અને શક્તિ બંનેની બચત થશે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી કલેક્ટરે કેન્દ્રીય વિદ્યાલયની જગ્યાની મુલાકાત લીધી:સંબંધિત વિભાગોને જરૂરી અને વિગતવાર સૂચનાઓ આપી
    Next Article
    મનપાનાં ફૂડ વિભાગના મેગા દરોડા:રાજકોટનાં જુદા-જુદા વિસ્તારમાંથી 32 કિલો અખાદ્ય ખોરાક અને 120 લિટર એક્સપાયર કોલ્ડ્રિંક્સનો નાશ, "જય હિન્દ મદ્રાસ કાફે' સીલ કરી 13 પેઢીઓને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment