Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીહરિસ્મૃતિ પંચાહ્ન પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું:સ્વામિ. મંદિરમાં ઘનશ્યામ જન્મોત્સવ સોનાના પારણામાં ઝુલ્યા ભગવાન

    9 hours ago

    ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણદેવનાં આગામી તા.21 એપ્રિલનાં 203મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત હાલે શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞનું હરિભક્તો શ્રધ્ધાભેર શ્રવણ કરી રહ્યા છે. ત્યારે કથા દરમ્યાન ઘનશ્યામ જન્મ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાનને સોનાના પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ફુલ વર્ષા સાથે ઘનશ્યામ જન્મોત્સવનાં વધામણા કરવામાં આવ્યા હતાં. જ્યારે રાત્રિનાં સમયે નિશાદભાઈ સોની એન્ડ ગ્રૂપ દ્વારા મહારાસોત્સવની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં હરિભક્તો જોડાયા હતાં અને રાસની મોજ માણી હતી. તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. આ તકે મંદિરનાં કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી આગામી તા. 21 એપ્રિલનાં નિજ મંદિરમાં બિરાજમાન નરનારાયણ દેવનો પાટોત્સવ ઉજવણી અંતર્ગત ચાલી રહેલી પાંચ દિવસીય શ્રીહરિસ્મૃતિ કથા દરમ્યાન ઘનશ્યામ જન્મોત્સવની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ઘનશ્યામનાં બાલ સ્વરૂપને પારણામાં ઝુલાવવામાં આવ્યા હતાં. ત્યારે સંતો, કથાનાં યજમાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તો. તો ભક્તો પણ ઘનશ્યામ જન્મોત્સવનાં રંગે રંગાઈ ગયા હતાં. ઘનશ્યામ જન્મોત્સવને લઈને રાત્રિનાં સમયે મહારાસોત્સવ યોજાયો હતો. જેમાં પણ મોટીસંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતાં અને રાસની રમઝટ બોલાવી હતી.કથાનાં વક્તા તરીકે શા.સ્વામી આનંદવલ્લભદાસજી, શા.સ્વામી પ્રેમવલ્લભદાસજી, શા.સ્વામી કૃષ્ણવલ્લભદાસજી સવારે 8:30થી 11:00અને બપોરે 3:30થી 6:30 સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે. જેમાં સ્વામી વાસુદેવપ્રિયદાસજી અને સ્વામી નીલકંઠમુનિદાસજી સંગીતમાં સાથ આપ રહ્યા છે, જ્યારે સભા સંચાલન શા.સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજી કરી રહ્યા છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, આવતી કાલે તા. 20નાં સાંજે ફૂલડોત્સવમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ હાજર રહેશે, તા. 21 એપ્રિલનાં સવારે 6:30 કલાકે ઠાકોરજીનો અભિષેક અને બાદમાં અન્નકૂટ ઉત્સવ આરતી કરાશે. ઠાકોરજીની શોભાયાત્રા પણ યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં માવઠાનો ફટકો: મીઠાના ઉત્પાદનમાં 20% ઘટાડાની ભીતિ, છતાં અછત નહીં સર્જાય
    Next Article
    DMK Deploys Kamal Haasan Against TVK's Vijay In High-Stakes Chennai Battle

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment