Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:સ્વામિનારાયણ ચોક પાછળ આવેલો મનપાનો બગીચો હરિયાળીને બદલે ઉજજ્ડ બની ગયો

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાની બગીચા શાખાનું એક જ કામ છે કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવા બગીચા બનાવવા અને તે હરિયાળા રાખવા. જોકે શહેરના પીડીએમ કોલેજ પાછળ આવેલા સ્વામિનારાયણ ચોકમાં ક્રિષ્નાનગરમાં આવેલા પોપટ બગીચાની હાલત હવે બગીચો કહેવા જેવી રહી નથી. તંત્રની ઉપેક્ષાને કારણે આ સ્થળ બગીચાને બદલે વેરાન બની ગયું છે. ક્રિષ્નાનગરમાં રહેતા અશોકભાઈ જણાવે છે કે, આ બગીચાની હાલત દયનીય થઈ ગઈ છે. આ કારણે હવે તેને બગીચો કહેવો પણ યોગ્ય નથી. આ બગીચો બાળકોના રમવા માટે તેમજ સિનિયર સિટિઝનને વોકિંગ કરવા માટે એકમાત્ર સહારો છે. પરંતુ તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. આ મામલે વિસ્તારવાસીઓએ મૌખિક રજૂઆતો કરી છે પણ તંત્ર અને નગરસેવકોના બહેરા કાને રજૂઆતો અથડાઈને પાછી આવી રહી છે. જેથી હવે કોઇ જાગે અને આ સ્થળને ખરેખર બગીચો બનાવે તેવી જરૂર છે. પોપટ બગીચાની આ છે મુખ્ય સમસ્યાઓ
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં IPL મેચ પર સટ્ટાબાજી:કોઠારિયા નાકા પાસે 3 શખ્સ ઝડપાયા
    Next Article
    છેતરપિંડીનો મામલો આવ્યો સામે:વૃદ્ધાના માનસિક અસ્થિર પુત્રની જમીન હડપવા ભત્રીજાઓનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment