Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ હન્ડ્રેડમાં IPLની ફોર્મ્યુલા નિષ્ફળ:મોંઘી ટિકિટોથી ખાલી સ્ટેડિયમ, ગુસ્સે થયેલા ચાહકો; આગામી 3 વર્ષમાં લીગ બંધ થઈ શકે છે

    2 days ago

    ઇંગ્લેન્ડની 100 બોલની જાણીતી લીગ ધ હન્ડ્રેડની છઠ્ઠી સીઝન હાલમાં ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. એક તરફ હેરી બ્રુક અને જોસ બટલર જેવા સ્ટાર ખેલાડીઓ તેમના શાનદાર પ્રદર્શનથી હેડલાઇન્સ બનાવી રહ્યા છે. જ્યારે, બીજી તરફ ટુર્નામેન્ટની સતત ઘટતી લોકપ્રિયતા આયોજકોની ઊંઘ હરામ કરી રહી છે. ભારે રોકાણ અને IPL ફ્રેન્ચાઇઝીઓની એન્ટ્રી છતાં ધ હન્ડ્રેડને દર્શકો તરફથી ખૂબ જ નિરાશાજનક પ્રતિસાદ મળ્યો છે. સ્થિતિ એવી છે કે શરૂઆતી મેચમાં દર્શકોની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 20થી 27 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું સૌથી મોટું કારણ સ્થાનિક ઓળખ ગુમાવવાનું માનવામાં આવે છે. IPL માલિકોએ ટુર્નામેન્ટમાં ભારે રોકાણ કર્યું છે, પરંતુ તેની સાથે ટીમનો દેખાવ, જર્સી અને નામ પણ સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યા છે. ઓવલ ઇનવિન્સિબલ્સ હવે MI લંડન બની ગઈ છે, માન્ચેસ્ટર ઓરિજિનલ્સને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ અને નોર્ધન સુપરચાર્જર્સને સનરાઇઝર્સ લીડ્સ નામ આપવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડના ક્રિકેટ ચાહકો પોતાની સ્થાનિક ટીમ સાથે ઊંડો ભાવનાત્મક જોડાણ ધરાવે છે. અચાનક જ જર્સીનો રંગ અને ટીમનું નામ બદલવાથી દર્શકો પોતાને છેતરાયા હોવાનું અનુભવી રહ્યા છે. દર્શકોની ઉદાસીનતાનું બીજું કારણ ટિકિટોના વધતા ભાવ છે. શરૂઆતની સીઝનમાં જે મેચ માટે પરિવારો અને બાળકોને ફ્રી પાસ વહેંચવામાં આવતા હતા, હવે તેમના માટે લગભગ 5800 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. તેનાથી વિપરીત, ઇંગ્લેન્ડના પરંપરાગત કાઉન્ટી અને T20 બ્લાસ્ટમાં દર્શકોની ભીડ ઉમટી રહી છે. યોર્કશાયર અને લંકાશાયર વચ્ચે રમાયેલી T20 બ્લાસ્ટ મેચમાં 16,500 દર્શકો સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું, જ્યારે ધ હન્ડ્રેડમાં હેરી બ્રુકની ઇનિંગ્સ જોવા માંડ 9000 લોકો સ્ટેડિયમ પહોંચ્યા. સવાલો ઉઠી રહ્યા છે કે શું ધ હન્ડ્રેડ આગામી ત્રણ વર્ષ પણ પોતાનું અસ્તિત્વ બચાવી શકશે? જોકે, રોકાણકારોને આશા છે કે જ્યારે ભવિષ્યમાં ટુર્નામેન્ટનું વિસ્તરણ થશે અને કદાચ ભારતીય ખેલાડીઓને રમવાની મંજૂરી મળશે, ત્યારે ટીવી અને કોમર્શિયલ વેલ્યુ અનેક ગણી વધી જશે. નાના-મોટા ક્લબોમાં આર્થિક અસમાનતા પેદા કરી રહી છે લીગ આર્થિક મોરચે પણ આ ટુર્નામેન્ટ ઇંગ્લિશ કાઉન્ટીમાં એક મોટી ખાઈ ઊભી કરી રહી છે. ધ હન્ડ્રેડની યજમાની ન કરતા નાના કાઉન્ટી ક્લબોને ECB તરફથી લગભગ 300 કરોડ રૂપિયાની એકસાથે રકમ મળી છે. જેનાથી તેઓ પોતાની સુવિધાઓને વધુ સારી બનાવી રહ્યા છે. પરંતુ જાણકારોને ડર છે કે લાંબા ગાળે યજમાન ટીમ એટલી સમૃદ્ધ થઈ જશે કે નાના અને મોટા કાઉન્ટી ક્લબો વચ્ચેની આર્થિક અસમાનતા વધી જશે.
    Click here to Read More
    Previous Article
    Google Pixel 11 Pro Fold vs Pixel 10 Pro Fold: What's The Difference in Price, Specifications, Features, and More
    Next Article
    સેન્સેક્સ 114 પોઈન્ટ વધીને 78080 પર બંધ:નિફ્ટી 40 પોઈન્ટ ગગડીને 24396 પર આવ્યો, બેન્કિંગ અને મેટલ શેર્સમાં વધુ વેચવાલી રહી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment