Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્ય માર્ગોથી ગલીઓ સુધી ઢોરનો કબ્જો:રઝળતા પશુઓનો આતંક યથાવત, પાંચ વર્ષ બાદ પણ આપેલા વચનોનું સુરસુરિયું

    10 hours ago

    શહેરમાં રઝળતા પશુઓની સમસ્યા હવે ગંભીર અને જીવલેણ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, છતાં જવાબદાર તંત્રની આંખો ખુલી નથી. વર્ષ 2021માં ભાજપના ઉમેદવારોએ વચનો આપ્યા હતા કે શહેરીજનોને રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાશે, પરંતુ 5 વર્ષ બાદ પણ આ વચનો માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. હકીકતમાં, આજે સ્થિતિ વધુ બગડી રહી છે અને શહેરના દરેક વોર્ડમાં મુખ્ય માર્ગોથી લઈને નાની શેરીઓ સુધી ઢોરોનો કબ્જો જોવા મળે છે. ખાસ કરીને આખલાઓ વચ્ચે થતા આખલા યુધ્ધ નાગરિકો માટે જોખમરૂપ બન્યા છે. રસ્તા પર આખલા યુધ્ધના કારણે પાર્ક કરેલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી જાય છે, જ્યારે પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. અનેક વખત નાગરિકો આખલાના હુમલાનો ભોગ બન્યા છે, જેમાં ગંભીર ઈજાઓના બનાવો નોંધાયા છે. કેટલાક કિસ્સાઓમાં તો નિર્દોષ લોકોના મોત પણ થયા છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા યથાવત રહી છે. સ્થાનિકો રઝળતા પશુનો કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મનપા દ્વારા માત્ર બ્યુટિફિકેશન કામગીરી થાય છે ! ઉલ્લેખનીય છેકે, મનપા બન્યા બાદ બ્યુટિફિકેશન પ્રત્યે વધુ કામગીરી દેખાડી રહી છે. પરંતુ રસ્તે રઝળતા અને અડિંગો જમાવતા આખલા પકડવાની કામગીરી માટે કડક અને કાયમી ઉકેલ માટે કોઈ ગંભીર પ્રયાસ થતો નથી. આખલા યુધ્ધની સમસ્યા વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેથી તાત્કાલિક ઢોર પકડવાની કામગીરી, દંડાત્મક પગલાં અને માલિકો સામે કડક કાર્યવાહી જરૂરી બની છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:શેરબજારના ‘ઝટકા’ સામે સહકારી બેંકનો ભરોસો અડીખમ, 4 વર્ષમાં સુરતીઓએ 6327 કરોડ બચાવી 10 બેંકમાં FD કરાવી
    Next Article
    Woman Shares Screenshot Of Rapido Rider Messaging Her After Trip, Company Apologises

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment