Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:શેરબજારના ‘ઝટકા’ સામે સહકારી બેંકનો ભરોસો અડીખમ, 4 વર્ષમાં સુરતીઓએ 6327 કરોડ બચાવી 10 બેંકમાં FD કરાવી

    11 hours ago

    શેરબજારમાં જોવા મળતી ભારે અસ્થિરતા અને મ્યુચ્યુઅલ ફંડના જોખમો વચ્ચે સુરતનો મધ્યમ વર્ગ પોતાની પરસેવાની કમાણી સુરક્ષિત રાખવા માટે ફરી એકવાર પોતીકી બેંકો એટલે કે સહકારી બેંકો તરફ વળ્યા છે. છેલ્લાં 4 નાણાંકીય વર્ષના આંકડા સાબિત કરે છે કે સુરતીઓ ખર્ચવામાં ભલે બાદશાહ હોય, પણ બચત કરવામાં તો શાહ જ છે. વર્ષ 2022-23 થી 2025-26 ના ગાળામાં સુરતની ટોપ-10 સહકારી બેંકોમાં ડિપોઝિટનો આંકડો 16298.64 કરોડથી વધીને 22625.26 કરોડ પર પહોંચી ગયો છે. એટલે કે, સુરતીઓએ આ 4 વર્ષમાં 6326.62 કરોડ રૂપિયાની માતબર રકમ બચાવીને ફિક્સ્ડ ડિપોઝિટ સ્વરૂપે જમા કરાવી છે. કેમ સુરતીઓ શેરબજારને બદલે સહકારી બેંકોમાં વધુ ભરોસો મૂકે છે? સુરતની ટોપ-10 બેંકોનો 4 વર્ષનો રિપોર્ટ કાર્ડ (આંકડા કરોડ રૂપિયામાં) આ માત્ર આંકડા નથી પરંતુ સુરતની આર્થિક મજબૂતીની સાબિતી આપે છે ‘જ્યારે કોઈ શહેરની સહકારી બેંકોમાં ડિપોઝિટ વધે, ત્યારે તેનો સીધો અર્થ એ છે કે તે શહેરની ખરીદશક્તિ અને આર્થિક લડાયકતા વધી છે. સુરતીઓએ 6327 કરોડની વધારાની બચત કરીને સાબિત કર્યું છે કે ભલે ગમે તેવી વૈશ્વિક મંદીની વાતો ચાલતી હોય, સુરતનો પાયો હજુ પણ મજબૂત છે. સુરત હવે માત્ર મોજ-મસ્તીનું શહેર નથી રહ્યું, પણ સ્માર્ટ રોકાણકારોનું શહેર બની રહ્યું છે. બેંકિંગ ડિપોઝિટ ઉજ્જવળ આર્થિક ભવિષ્યનો સંકેત છે. - કાનજી ભાલાળા (ઉપ પ્રમુખ, સાઉથ ગુજરાત કો.ઓપરેટિવ બેંક એસોસિએશન)
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓ અને વાલીઓ આપે ધ્યાન:ધોરણ 12 પછી ડિગ્રીના નામે છેતરાતા નહીં32 બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરાઇ
    Next Article
    મુખ્ય માર્ગોથી ગલીઓ સુધી ઢોરનો કબ્જો:રઝળતા પશુઓનો આતંક યથાવત, પાંચ વર્ષ બાદ પણ આપેલા વચનોનું સુરસુરિયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment