Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની વધુ એક લોકગાયિકાના પ્રેમલગ્નનો વિવાદ:કાજલ મહેરિયાના પરિવારજનો અને સમાજના આગેવાનો સાસરીમાં પહોંચી જતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

    12 hours ago

    ગુજરાતમાં વધુ એક લોકગાયિકાના લવમેરેજનો વિવાદ સર્જાયો છે. લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરી લીધા હોવાની તેના ભાઈ દ્વારા પોસ્ટ કરી સમાજના આગેવાનો પાસે મદદ માગતા વિવાદ સર્જાયો છે. રવિવારે કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગરના શેરથા કાજલની સાસરીમાં પહોંચી જતા પોલીસ દોડતી થઈ હતી. બાદમાં સમાજના આગેવાનો અડાલજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી. કાજલ દ્વારા પોતાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. કાજલના પરિવારજનો સમાજના આગેવાનો સાથે શેરથા ગામ પહોંચ્યા હતા ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પોતાના લગ્નના હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે.જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને શેરથા ગામ પહોંચ્યા હતા. જેના પગલે કાજલના પતિએ 112 માં ફોન કરીને મદદ માંગતા અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી- PI સમાજના લોકોએ અડાલજ પોલીસ સ્ટેશન જઈ કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ વખતે કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ આવતીકાલે પોલીસને મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો પોલીસ મથકેથી રવાના થઈ ગયા હતા.આ અંગે અડાલજ પોલીસ મથકના પી.આઇ. એસ. જી. દેસાઈએ કહ્યું કે, કાજલ મહેરિયાના પરિવારજનો અહીં આવ્યા હતા. પરિવારની રજૂઆત હતી કે, કાજલે મેરેજ કર્યા છેકે નહીં? એણે જાણ કરી નથી એટલે અમે પૂછવા અહીં આવ્યા છીએ. જેથી કાજલે મેરેજ સર્ટિ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે હાલના તબક્કે બીજી કોઈ અરજી કે ફરિયાદ પણ નથી. એક મહિના પહેલા લોકગાયિકા કિંજલ રબારીના લવમેરેજને લઈ વિવાદ થયો હતો રાધનપુરના સિનાડ ગામની વતની અને 'કોયલ કંઠી' ગાયિકા તરીકે જાણીતી કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નની જાહેરાત કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કરી હતી. ત્યારબાદ બે સમાજ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. કિંજલ રબારી દ્વારા શરૂઆતમાં તો વીડિયો બનાવી પોલીસ પાસે મદદ માગી હતી. જો કે, વિવાદ વધુ વકર્યા બાદ બંને સમાજના આગેવાનોએ બેઠક કરી મામલો શાંત પાડ્યો હતો અને અંતે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) ચાર મહિના પહેલા પાટીદાર સિંગર આરતી સાંગાણીએ કરેલા મૈત્રીકરારનો વિવાદ થયો હતો સુરતમાં રહેતી પાટીદાર યુવતી અને ગાયિકા આરતી સાંગાણીએ તેમની સાથે સ્ટેજ પ્રોગ્રામ કરતા તબલાવાદક દેવાંગ ગોહેલ સાથે મૈત્રી કરાર કરી રહેવા લાગતાં આરતીનાં પરિવારજનો અને પટેલ સમાજના આગેવાનોમાં વિરોધનો સૂર ઊઠ્યો છે. પિતાએ રડતાં રડતાં દીકરી આરતીને પરત આવી જવા અપીલ કરી હતી. પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ કરાતાં આરતી સાંગાણીએ વીડિયોના માધ્યમથી જવાબ આપ્યો હતો. અલગ અલગ ત્રણ વીડિયો મૂકીને જણાવ્યું હતું કે મારે કંઈ જ બોલવું નથી, પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી-નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વીડિયો વાઇરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમે લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી, એ દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું? મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે. મારા જીવન માટે. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું હોય એવું લાગે છે મને તમને કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે, પણ આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને તેની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતાં બ્રહ્મસમાજે બહિષ્કાર કર્યો હતો ગુજરાતની લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પોતાની જ્ઞાતિ બહાર એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરતાં પાંચ પરગણાં બ્રહ્મસમાજમાં વિરોધનો સૂર ઊઠ્યો હતો અને સમાજ દ્વારા કિંજલ દવેના પરિવારનો બહિષ્કાર કરાયો હતો. સમાજના નિર્ણયની સામે ચૂપ બેસી રહેવા બદલે કિંજલ દવેએ પણ સવાલોનો મારો કર્યો હતો અને કહ્યું હતું કે દીકરીઓની પાંખો કાપવાની વાતો છે, હું પણ સાટાપ્રથાથી પીડિત છું. કિંજલે વધુમાં જણાવ્યું હતું કે દીકરીઓ અત્યારે તેજસ જેવા પ્લેનો ઉડાડી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીએ લીડ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે ત્યારે શું બે-ચાર આવાં અસામાજિક તત્ત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર કોણ હશે, શું એક દીકરીને તેનો લાઈફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી?
    Click here to Read More
    Previous Article
    'ગટરના ઢાંકણા ખુલ્લા છે, અંદર પડવાનો ભય':'સમસ્યાઓ કહીને હવે થાકી ગયા છીએ', વોર્ડ-15ના સ્થાનિકે કહ્યું 'પૂર સમયે ત્રણ દિવસ ઘરમાં ખાધાપીધા વગર બેસી રહ્યાં'
    Next Article
    ફિલ્મ 'ધુરંધર'ના નિર્માતાઓ સામે દુબઈ ઇન્ટરનેશનલ કોર્ટમાં થશે કેસ:ચૌધરી અસલમની પત્નીની વળતર કાનૂની નોટિસ મોકલવાની તૈયારી, આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય પેચ ફસાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment