Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો:પરિવાર અને સમાજના લોકો સાસરીમાં પહોંચી જતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

    12 hours ago

    ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં પરંતુ પોતાના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચામાં છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આજે મહેરિયા પરિવાર સહિત સમાજના 70 જેટલાનું ટોળું કાજલની સાસરી શેરથા પહોંચી જતા પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. કાજલના પરિવારજનો સમાજના આગેવાનો સાથે શેરથા ગામ પહોંચ્યા ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પોતાના લગ્નના હાઈ વોલ્ટેજ ડ્રામાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વિગતો અને કાજલના ભાઈ સંદિપભાઈ એન. મહેરિયા દ્વારા કરવામાં આવેલી જાહેર અપીલ મુજબ, સિંગરે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના રહેવાસી મહેરિયા પરિવારે આ નિર્ણયને સામાજિક મર્યાદાનો ભંગ ગણાવ્યો છે. પરિવારે 18 આલમ અને મહેરિયા સમાજને એકઠા થઈ આ મામલે સમર્થન આપવા વિનંતી કરી છે.જેને પગલે વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિવાદ આજે ત્યારે વધુ વકર્યો જ્યારે કાજલના પરિજનો અને સમાજના 70 જેટલા લોકો ગાડીઓનો કાફલો લઈને શેરથા ગામ પહોંચ્યા હતા. જેના પગલે કાજલના પતિએ 112 માં ફોન કરીને મદદ માંગતા અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કાજલે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી- PI બાદમાં સમાજના લોકોએ અડાલજ પોલીસ સ્ટેશન જઈ કાજલના લગ્ન અંગે સત્તાવાર પૂછપરછ કરી હતી. એ વખતે કાજલ મહેરિયાએ પોતાના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ આવતીકાલે પોલીસને મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ બંને પક્ષના લોકો પોલીસ મથકેથી રવાના થઈ ગયા હતા.આ અંગે અડાલજ પોલીસ મથકના પીઆઇ એસ. જી. દેસાઈએ કહ્યુ કે, કાજલ મહેરિયાના પરિવારજનો અહીં આવ્યા હતા. પરિવારની રજૂઆત હતી કે, કાજલે મેરેજ કર્યા છેકે નહીં? એણે જાણ કરી નથી એટલે અમે પૂછવા અહીં આવ્યા છીએ. જેથી કાજલે મેરેજ સર્ટિ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. આ મામલે હાલના તબક્કે બીજી કોઈ અરજી કે ફરિયાદ પણ નથી. ઉલ્લેખનીય છેકે,કિંજલ દવે અને ગીતા રબારી જેવી સુપરસ્ટાર ગાયિકાઓ બાદ હવે કાજલ મહેરિયાના અંગત જીવનના વિવાદે સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. એક તરફ ચાહકો આને કાજલનો અંગત નિર્ણય ગણાવી રહ્યા છે. તો બીજી તરફ મહેરિયા પરિવાર આને સામાજિક પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી વિરોધ કરી રહ્યો છે. પોલીસ સ્ટેશનથી ખાલી હાથે પરત ફરેલા પરિવારે હવે આ મુદ્દે સામાજિક સ્તરે લડત આપવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ કાજલ મહેરિયા તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    પંજાબે IPL 2026નો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો:લખનઉના 4 બેટર આઉટ; પૂરન કેચ ડ્રોપ થયા બાદ આઉટ થયો, યાન્સેનને વિકેટ મળી
    Next Article
    "ઇસ્લામ ક્યારેય નહીં છોડીએ, તમે ગમે એવા કાયદા બનાવો":બંગાળમાં 11 સીટ પર લડું તો 'વોટ કટુવા' કેમ?, શું લગ્ન વગર સાથે રહેવું એ ભારતની સંસ્કૃતિ છે: ઔવેસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment