Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    "ઇસ્લામ ક્યારેય નહીં છોડીએ, તમે ગમે એવા કાયદા બનાવો":બંગાળમાં 11 સીટ પર લડું તો 'વોટ કટુવા' કેમ?, શું લગ્ન વગર સાથે રહેવું એ ભારતની સંસ્કૃતિ છે: ઔવેસી

    9 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડવા માટે હવે એઆઈએમઆઈએમ (AIMIM) ના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ પોતે મોરચો સંભાળ્યો છે. સુરતના ઊન અને લિંબાયત જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા ગજવતા ઓવૈસીએ ગુજરાત સરકારના યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ અને કેન્દ્રની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "અમે ગુનેગાર હોઈ શકીએ છીએ, પણ ઇસ્લામને છોડવા વાળા નથી." યુનિફોર્મ સિવિલ કોડ પર સવાલ સુરતની ધરતી પરથી ઓવૈસીએ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને લઈને ભાજપ સરકારને ઘેરી હતી. તેઓએ સવાલ કર્યો કે, તમે હિન્દુ ધર્મના લગ્ન અને મિલકત વહેંચણીના કાયદા મુસ્લિમો પર કેમ લાદી રહ્યા છો? ઓવૈસીએ કહ્યું કે, "આ સંવિધાનની કલમ ૨૫ (Article 25) વિરુદ્ધ છે. બંધારણ આપણને આપણા ધર્મ પાળવાની આઝાદી આપે છે, તેની વિરુદ્ધ કોઈ કાયદો બનાવી શકતું નથી." તેઓએ આક્ષેપ કર્યો કે ભાજપ સિવિલ કોડના નામે મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવા માંગે છે. ઓવૈસીએ હૂંકાર કરતા કહ્યું કે, "તમે ગમે તેવા કાયદા બનાવો, અમે કુરાન અને સુન્નતને ક્યારેય નહીં છોડીએ." લિવ-ઇન રિલેશનશિપના કાયદા પર કટાક્ષ ગુજરાતમાં લાવવામાં આવેલા નવા કાયદા પર કટાક્ષ કરતા ઓવૈસીએ લિવ-ઇન રિલેશનશિપના રજીસ્ટ્રેશન મુદ્દે આરએસએસ અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેઓએ કહ્યું કે, "તમે કલ્ચરની મોટી વાતો કરો છો, પણ શું લગ્ન વગર સાથે રહેવું એ ભારતની સંસ્કૃતિ છે? જો આવા સંબંધોથી બાળક પેદા થાય તો તેને કોનું નામ આપશો? અબ્બાનું કે અમ્માનું?" તેઓએ ભાજપને નૈતિકતાના મુદ્દે ઘેરીને પૂછ્યું કે શું આનાથી સમાજનું ભલું થશે? મિલકતમાં દીકરીના હક અંગે સ્પષ્ટતા સરકાર દ્વારા દીકરીઓના મિલકત અધિકાર અંગે કરવામાં આવતા પ્રચારનો જવાબ આપતા ઓવૈસીએ જણાવ્યું કે, મુસ્લિમ દીકરીઓને પિતાની મિલકતમાં હક નથી મળતો તેવી વાતો તદ્દન ખોટી છે. ઇસ્લામ દુનિયાનો પહેલો એવો ધર્મ છે જેણે ૧૫૦૦ વર્ષ પહેલાં દીકરીને મિલકતમાં હક આપવાની વાત કરી છે અને આજે પણ મુસ્લિમ દીકરીઓને હક મળે છે. તેઓએ ગુજરાત સરકારના નવા 'વિલ પાવર'ના કાયદાની ટીકા કરતા કહ્યું કે, આનાથી તો દીકરીઓનો હક છીનવાઈ જશે અને દાદાની મિલકતમાં પૌત્રના હક જેવી બાબતો લાદીને તમે મુસ્લિમોના પારિવારિક માળખાને તોડવા માંગો છો. ટ્રિપલ તલાક અને જેલની સજા પીએમ મોદી પર સીધો પ્રહાર કરતા ઓવૈસીએ ટ્રિપલ તલાકના કાયદા પર તર્કબદ્ધ સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે, મોદીજી કહે છે કે ત્રણ વાર તલાક બોલવાથી લગ્ન તૂટતા નથી. તો પછી જે વ્યક્તિએ તલાક બોલ્યા છે તેને જેલમાં કેમ મોકલવામાં આવે છે? જો લગ્ન અકબંધ છે તો તે ગુનો કેવી રીતે થયો? તેઓએ કટાક્ષમાં ઉમેર્યું કે, શું મોદીજી ઈચ્છે છે કે દીકરી બે વર્ષ રાહ જુએ અને જ્યારે તેનો પતિ જેલમાંથી બહાર આવે ત્યારે મોદીજી બેન્ડ-વાજા વગાડીને તેનું સ્વાગત કરે? ‘મોદીજી, સુરત પ્રત્યે પણ ક્યારેક પ્રેમ દર્શાવો’ મહિલા અનામત બિલ અને ભ્રૂણ હત્યાના મુદ્દે પ્રહાર કરતા ઓવૈસીએ ગુજરાત સરકારના જ આંકડા ટાંકીને ભાજપને ભીંસમાં લીધું હતું. તેઓએ કહ્યું કે, "વિપક્ષ પર ભ્રૂણ હત્યાના આરોપ લગાવતા મોદીજી જાણી લે કે આખા ગુજરાતમાં સૌથી વધુ ભ્રૂણ હત્યા સુરત જિલ્લામાં થાય છે. અહીં ૧૦૦૦ છોકરાઓ સામે માત્ર ૮૩૫ દીકરીઓ જન્મે છે." જ્યારે મુસ્લિમ સમાજમાં આ આંકડો ૧૦૦૦ સામે ૯૯૦ થી વધુ દીકરીઓનો છે. તેઓએ સુરતની જનતાને પૂછ્યું કે અસલી પ્રેમ કોણ દર્શાવી રહ્યું છે? ઝીણા અને કોંગ્રેસ પર ઓવૈસીના નિશાન દેશના ભાગલા (પાર્ટીશન) ના ઈતિહાસ પર બોલતા ઓવૈસીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. તેઓએ જણાવ્યું કે, "પાર્ટીશન માટે મુસલમાનો જવાબદાર નહોતા. તે સમયે ૯૦ ટકા મુસ્લિમો પાસે તો વોટ આપવાનો અધિકાર પણ નહોતો. ઝાલિમ ઝીણાએ દેશના બે ટુકડા કર્યા અને તેમાં કોંગ્રેસ પણ તેટલી જ સામેલ હતી." મૌલાના અબુલ કલામ આઝાદના પુસ્તક 'ઇન્ડિયા વિન્સ ફ્રીડમ'નો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે ગાંધી અને નેહરુએ ભાગલા રોકવાની મૌલાનાની વિનંતી સ્વીકારી નહોતી. ‘પટેલ અને દલિતોના નેતા હોય તો મુસ્લિમોના કેમ નહીં?’ ઓવૈસીએ સુરતના મુસ્લિમોને હાકલ કરી કે તેઓએ પોતાની લીડરશિપ (નેતૃત્વ) ઉભી કરવી પડશે. "ભારતમાં પટેલ, ઓબીસી અને દલિત સમાજની પોતાની લીડરશિપ છે, તો મુસ્લિમોની લીડરશિપ કેમ ન હોઈ શકે?" તેઓએ કહ્યું કે જો 10 કાઉન્સિલર જીતીને આવશે તો જ વોર્ડમાં વિકાસ થશે, વરસાદી પાણીની સમસ્યા દૂર થશે અને સત્યનો અવાજ ગુંજશે. તેઓએ લોકોને ડર છોડીને પોતાના હક માટે ઊભા થવા આહવાન કર્યું હતું. બંગાળ ચૂંટણી અને 'વોટ કટુવા' ના આરોપ પર વળતો પ્રહાર બંગાળ ચૂંટણીમાં 11 બેઠકો પર લડવા બદલ લાગેલા 'બી-ટીમ' ના આરોપોનો જવાબ આપતા ઓવૈસીએ કહ્યું કે, "બંગાળમાં કોંગ્રેસ 294, ટીએમસી 294 અને લેફ્ટ 250 સીટ પર લડે છે ત્યારે કોઈને તકલીફ નથી પડતી. પણ જ્યારે 11 સીટ પર ટોપી અને દાઢીવાળો ઓવૈસી લડે છે ત્યારે બધાને પેટમાં દુખાવો ઉપડે છે." તેઓએ પડકાર ફેંક્યો કે જો તમારામાં તાકાત હોય તો બાકીની 270થી વધુ બેઠકો જીતીને ભાજપને હરાવી બતાવો, અમને 11 સીટ પર રોકીને તમારો ડર સાબિત ન કરો.
    Click here to Read More
    Previous Article
    લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો:પરિવાર અને સમાજના લોકો સાસરીમાં પહોંચી જતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
    Next Article
    Years On The Run, How Europe's Most Wanted Gang Leader Was Finally Tracked

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment