Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા આરક્ષણ બિલ રોકનારાઓને દેશની બહેનો માફ નહીં કરે:જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

    10 hours ago

    ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર મહિલા આરક્ષણ બિલ પસાર ન થવા દેવા બદલ આકરા પ્રહારો કર્યા હતા. રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે વિશ્વકર્માએ સહકારી આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટણીની વ્યૂહરચના, કાર્યકર્તાઓની ભૂમિકા અને જનસંપર્કને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે તમામ કાર્યકરોને સંગઠનાત્મક રીતે એકજૂટ રહી પ્રચાર કાર્યને વેગ આપવા હાકલ કરી હતી. આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ, કાર્યકરો તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, "કોંગ્રેસે પાપ કર્યું છે. મહિલાઓ માટેનું મહત્વપૂર્ણ મહિલા બિલ પસાર થવા દીધું નથી." તેમણે ભારપૂર્વક કહ્યું કે દેશની બહેનો આવા લોકોને ક્યારેય માફ નહીં કરે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કોઈ પડકારજનક નથી. જોકે, સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવતી ખોટી પ્રચાર અને ભ્રામક માહિતી એકમાત્ર પડકારજનક બાબત છે. વિશ્વકર્માએ સ્પષ્ટતા કરી કે ભારતીય જનતા પાર્ટી વિકાસના કાર્યો અને જનસમર્થનના આધારે ચૂંટણીમાં પ્રચંડ જીત હાંસલ કરશે.
    Click here to Read More
    Previous Article
    રીવાબા જાડેજાએ બોટાદમાં ત્રણ જિલ્લા પંચાયત બેઠકો પર પ્રચાર કર્યો:ઢસા, વાવડી, ગુંદાળામાં સભાઓ યોજી કોંગ્રેસ પર પ્રહારો કર્યા
    Next Article
    PBKS vs LSG LIVE Score, IPL 2026: Priyansh Arya Misses Ton, Rishabh Pant's LSG Take Sigh Of Relief

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment