Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીવાબા જાડેજાએ બોટાદમાં ત્રણ જિલ્લા પંચાયત બેઠકો પર પ્રચાર કર્યો:ઢસા, વાવડી, ગુંદાળામાં સભાઓ યોજી કોંગ્રેસ પર પ્રહારો કર્યા

    11 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. બોટાદ જિલ્લામાં ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. આ અંતર્ગત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ બોટાદ જિલ્લાની ત્રણ જિલ્લા પંચાયત બેઠકો પર સભાઓ યોજી પ્રચાર કર્યો હતો. મંત્રી રીવાબા જાડેજાએ ઢસા, વાવડી અને ગુંદાળા જિલ્લા પંચાયત બેઠકો પર જનસભાઓ સંબોધી હતી. ઢસા અને વાવડી ખાતેની સભાઓમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. તેમણે કાર્યકરોમાં ઉત્સાહ ભરતા જણાવ્યું હતું કે, ભાજપનો વિકાસ જ આપણી મુખ્ય ઓળખ છે. આ પ્રચાર અભિયાનમાં રીવાબા જાડેજા સાથે ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભોળા રબારી, ઘનશ્યામ વિરાણી, સુરેશ ગોધાણી, ધીરુ ગઢવી, રાધિકાબા પરમાર તેમજ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન રીવાબા જાડેજાએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષો પાસે વિકાસની રાજનીતિ નથી, તેમની પાસે ફક્ત નકારાત્મક રાજનીતિ છે. મંત્રીએ ઉમેર્યું કે, રોડ-રસ્તા કે ગટરના કામોમાં ક્યાંક ખામી રહી જાય તો વિપક્ષ તેને પકડીને સોશિયલ મીડિયા પર ચલાવી લોકોની માનસિકતાને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. વિપક્ષ પાસે ન નેતા છે, ન નિયત છે, ફક્ત નકારાત્મકતા છે. તેમણે ભાજપના કાર્યકરોને આ નકારાત્મક વિચારો અને વાણી વિલાસને તોડવાની જવાબદારી સોંપી હતી.
    Click here to Read More
    Previous Article
    PM મોદીએ બંગાળમાં ઝાલમુડી ખાધી, VIDEO:દુકાનદારે પૂછ્યું- ડુંગળી ખાઓ છો, મોદી બોલ્યા- ડુંગળી ખાઉં છું, મગજ નથી ખાતો
    Next Article
    મહિલા આરક્ષણ બિલ રોકનારાઓને દેશની બહેનો માફ નહીં કરે:જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment