Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં પરશુરામ જયંતિ શોભાયાત્રા:રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા

    11 hours ago

    મોરબીમાં રવિવારે પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત અનેક રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ભૂદેવો સહપરિવાર જોડાયા હતા. આ શોભાયાત્રા મોરબીના વાઘપરા શેરી નં. 4 માં આવેલા ગાયત્રી મંદિરથી બપોરે 4:00 વાગ્યે પ્રસ્થાન કરી હતી. તે રામ ચોક, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, શાક માર્કેટ ચોક, નગર દરવાજા, સુભાષ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક, નવલખી રોડ થઈને પસાર થઈ હતી. શોભાયાત્રાનું સમાપન નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે થયું હતું. મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ યાત્રામાં ભાગ લીધો હતો. પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગામી વર્ષ માટે પરશુરામ યુવા ગ્રુપની નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કૌશલભાઈ હિતેશભાઈ મહેતાને નવા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ ઉદયભાઈ જોશી, મહામંત્રી વિશ્વાસભાઈ જોશી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઈ રાવલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં પરશુરામ જયંતિની ઉજવણી:ભગવાન પરશુરામની પ્રતિકૃતિનો સંધ્યા શણગાર અર્પણ કરાયો
    Next Article
    Gujarat BJP PC News: નારી શક્તિ અધિનીયમ પાસ ના થવા મુદ્દે BJPની પ્રેસ કોન્ફરન્સ | Nari Shakti Bill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment