Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ:ભાવનગરમાં અક્ષય તૃતીયાએ રથ પૂજન અને ધ્વજારોહણ, ધાર્મિક વિધિ મહંતના હસ્તે સંપન્ન

    15 hours ago

    ભાવનગર શહેરમાં દર વર્ષની પરંપરા મુજબ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે યોજાતી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાથી તૈયારીનો શુભારંભ કરવામાં આવે છે, જેના અનુસંધાને આજે શહેરના સુભાષનગર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના રથનું વિધિવત પૂજન અને ધ્વજારોહણ પૂ. ગરીબરામબાપુ અને મહંત પૂ. રામચંદ્રદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો. જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના રથનું વિશેષ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવાની પરંપરા છે, જેની પૂર્વતૈયારીઓ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસથી શરૂ થઈ જાય છે. પરંપરા મુજબ, પૂરીમાં દર વર્ષે નવા રથનું નિર્માણ થાય છે, જ્યારે અન્ય સ્થળોએ અક્ષય તૃતીયાના દિવસે રથ પૂજન અને મેન્ટેનન્સ તથા શણગારની વિધિ કરી રથયાત્રાની તૈયારીઓનો આરંભ કરવામાં આવે છે. આ જ પરંપરાને અનુસરીને, આજે અક્ષય તૃતીયાના શુભ દિને ભાવનગરના સુભાષનગર સ્થિત જગન્નાથજી મંદિર ખાતે ભગવાનના રથનું વિશેષ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ પૂજ્ય ગરીબરામબાપુ (નાની ખોડિયાર મંદિર) અને મહંત પૂજ્ય રામચંદ્રદાસજી મહારાજ (તપસ્વી બાપુની જગ્યા)ના વરદ હસ્તે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રથયાત્રાના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહીને ધર્મલાભ લેવાની સાથે ધન્યતા અનુભવી હતી.
    Click here to Read More
    Previous Article
    અજમેરમાં 200-ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી, બે મહિલાના મોત:31 મુસાફરો ઘાયલ, કપડાંમાંથી દોરડું બનાવીને ઘાયલોને બહાર કાઢ્યા; ડ્રાઈવર કૂદીને ફરાર
    Next Article
    લુણાવાડાના 593મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી:1434માં મહારાજા ભીમસિંહે પાયો નાખ્યો હતો, લુણેશ્વર મહાદેવની પૂજા અને શોભાયાત્રા યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment