Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના કારખાનામાં આગ, માલસામાન બળીને ખાખ:લાતી પ્લોટમાં વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપને મોટું નુકસાન, ફાયર ફાઈટરે આગ કાબૂમાં લીધી

    14 hours ago

    મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં બપોરના સમયે આગ લાગી હતી. આ ઘટનામાં ફેક્ટરીનો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે મોટું નુકસાન થયું છે. લાતી પ્લોટ શેરી નંબર 6 મેઈન રોડ પર આવેલી 'વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપ' નામની ફેક્ટરીના બીજા માળે બપોરે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જોતજોતામાં આગ બીજા માળ પર રાખેલા માલસામાનમાં ફેલાઈ ગઈ હતી. આગની જાણ થતાં જ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે તે પહેલાં ફેક્ટરીમાં રાખેલો કાચો અને તૈયાર માલ તેમજ રો મટિરિયલ સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ફેક્ટરીના કલર વિભાગમાં કોઈ કારણોસર આગ લાગી હતી, જે બાદ તે સમગ્ર કારખાનામાં ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ફેક્ટરી માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી:મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા
    Next Article
    વોર્ડ-18માં NCPના ઉમેદવારોની વિવાદાસ્પદ પત્રિકા મુદ્દે હોબાળો:કોમી વૈમનસ્ય ફેલાવવા અને આચારસંહિતા ભંગ બદલ અસલમ સાયકલવાલાએ કલેક્ટર અને કમિશનરને કરી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment