Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી:મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા

    17 hours ago

    રાજ્યમાં આકરી ગરમીના રાઉન્ડ શરૂ થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. તો બીજી તરફ સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના પ્રભાવના કારણે 19, 20 અને 21 એપ્રિલના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જોકે 24 કલાકમાં તાપમાનમાં કોઈ પણ મોટો બદલાવ જોવા મળ્યો નથી. જેમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં જોવા મળ્યું છે. તેમજ અમદાવાદમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ તાપમાનમાં ખાસ કોઈ બદલાવ જોવા મળી શકે તેમ નથી. તેમજ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. 15થી 20 કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે છે. 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં સુરતને બાદ કરતા અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 5 શહેરમાં ગરમીનો પારો 41°Cને પાર પહોંચી ગયો છે. 18 એપ્રિલે 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 41.8 અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે આજથી 21 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોના મહતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. મહારાષ્ટ્રના વર્ધા અને છત્તીસગઢમાં રાજનાંદગામમાં તાપમાન 45°C દેશના ઉત્તર-પશ્ચિમના રાજ્યો અને મધ્ય ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. શનિવારે છત્તીસગઢના રાજનાંદગામ અને મહારાષ્ટ્રના વર્ધામાં તાપમાન 45°C નોંધાયું હતુ. શનિવારે દેશના 10 સૌથી ગરમ શહેરમાં ઉત્તરપ્રદેશના બાંદામાં 44.6, તેલંગણાના આદિલાબાદમાં 44.3, મહારાષ્ટ્રના નાગપુર-અમરાવતીમાં 44.2 અને મધ્યપ્રદેશના રતલામમાં 44°Cનો સમાવેશ થાય છે. રાજસ્થાન, યૂપી, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગણા અને છત્તીસગઢના અનેક શહેરમાં તાપમાન 43°Cથી વધારે રહ્યું. એટલે કે મે પહેલા જ મહતમ તાપમાનમાં જબરજસ્ત વધારો થયો છે.હવામાન વિભાગે આજે છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડમાં રાત્રિના સમયે લૂનું એલર્ટ જાહેર કર્યું છે. સતત ત્રીજા દિવસે આ રાજ્યોમાં ગરમીનો પારો 40°Cથી વધારો નોંધાયો હતો.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    વરુણના ચક્રવ્યૂહમાં ફસાયો સૂર્યવંશી:4 રન માટે ફિફટી ચૂકી ગયો, KKRને માંડ માંડ પહેલી વિકેટ મળતાં હાશકારો
    Next Article
    મોરબીના કારખાનામાં આગ, માલસામાન બળીને ખાખ:લાતી પ્લોટમાં વર્લ્ડ ગિફ્ટ એન્ડ શોપને મોટું નુકસાન, ફાયર ફાઈટરે આગ કાબૂમાં લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment