Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'લેન્સકાર્ટ'ના કર્મચારીઓના કપાળે તિલક કરી રાષ્ટ્રીય બજરંગદળનો વિરોધ:કંપનીએ ડ્રેસકોડ વિવાદ પર માફી માગી, નવી ઈન સ્ટોર સ્ટાઈલ ગાઈડલાઈન જાહેર કરી

    4 days ago

    લેન્સકાર્ટના સ્ટોરમાં કર્મચારીઓના ડ્રેસકોડની ગાઈડલાઈનને લઈ છેલ્લા કેટલાક સમયથી વિવાદ સર્જાયો છે. ત્યારે આજે સુરતમાં રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા લેન્સકાર્ટના સ્ટોર પર પહોંચી વિરોધ પ્રદર્શિત કરાયો. રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓએ સ્ટોરના ગ્લાસ પર સ્વસ્તિક અને કર્મચારીઓના કપાળ પર તિલક કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે લેન્સકાર્ડની 'એમ્પલોઈ ગ્રુમિંગ પોલિસી'નું એક ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થયું. જેમાં કર્મચારીઓને બિંદી અને તિલક જેવા ધાર્મિક પ્રતીકો પહેરવાથી રોકવામાં આવ્યા હતા. જો કે, આ વિવાદ વધુ વકરતા કંપની દ્વારા માફી માગી લેવામાં આવી છે અને નવી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓને વિરોધ સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલા લેન્સકાર્ડના સ્ટોર પર આજે રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને લેન્સકાર્ટની ગાઈડલાઈનનો વિરોધ કર્યો હતો. કાર્યકર્તાઓએ સ્ટોરના ગ્લાસ પર સ્વસ્તિક કર્યા હતા. આ ઉપરાંત સ્ટોરમાં કામ કરી રહેલા કર્મચારીઓના કપાળ પર તિલક કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કાર્યકર્તાઓએ માગ કરી હતી કે, કંપની જાહેરમાં આવી માફી માગે અને ભવિષ્યમાં આ પ્રકારનું કાર્ય ન થાય તે માટે સંકલ્પ કરે. તિલક અને શિખાના કારણે નોકરી ગુમાવવી પડી હોવાનો આક્ષેપ મૂળ સુરતના રહેવાસી ઝીલ સોઘાસિયાની પસંદગી લેન્સકાર્ટમાં ટ્રેનિંગ માટે થઈ હતી. આ માટે તેને મુંબઈ ખાતે બોલાવવામાં આવ્યો હતો. ઝીલ એક સનાતની હિન્દુ યુવાન છે અને તે નિયમિતપણે કપાળ પર તિલક ધારણ કરે છે તેમજ માથા પર શિખા (ચોટલી) રાખે છે. આ બંને તેની ધાર્મિક ઓળખ અને આસ્થાના અતૂટ ભાગ છે. ટ્રેનિંગના પ્રથમ દિવસે જ જ્યારે ઝીલ કંપનીના કેમ્પસમાં પહોંચ્યો, ત્યારે મેનેજમેન્ટ અને ટ્રેનર્સ દ્વારા તેને જણાવવામાં આવ્યું કે કંપનીના 'ગ્રીમિંગ સ્ટાન્ડર્ડ્સ' (દેખાવના નિયમો) મુજબ તેને તિલક ભૂંસવું પડશે અને શિખા કપાવવી પડશે. ઝીલે વિનમ્રતાપૂર્વક સમજાવ્યું કે આ તેની ધાર્મિક માન્યતાઓ છે અને તેનાથી કામમાં કોઈ અવરોધ આવતો નથી. જોકે, આક્ષેપ મુજબ, કંપનીના જવાબદાર અધિકારીઓએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તેને ટ્રેનિંગ ચાલુ રાખવી હોય તો આ ધાર્મિક ચિહ્નો દૂર કરવા જ પડશે. ઝીલ સોઘાસિયાએ પોતાની આસ્થા સાથે સમાધાન કરવાને બદલે સ્વાભિમાનનો માર્ગ પસંદ કર્યો. તેણે સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો કે તે પોતાના ધર્મનું અપમાન કરીને નોકરી કરશે નહીં. પરિણામે, તેને ટ્રેનિંગ સેન્ટરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હોવાનો દાવો છે. મને કહ્યું- તિલક અને શિખા નહીં હટાવો તો જોબ નહીં મળે- ઝીલ ભોગ બનનાર ઝીલ સોઘાસિયાએ જણાવ્યું હતું કે, લેન્સકાર્ટ કંપનીનો મારા પર કોલ આવેલો હતો જોબ માટે અને પછી અહીં સુરત એરિયામાં વેસુમાં ઇન્ટરવ્યુ દેવા માટે ગયેલો હતો. અને ત્યાં એ લોકોએ મને શિખા કે તિલક અલાઉડ નથી એવું કાંઈ કીધેલું નહીં અને હું ન્યૂ મુંબઈમાં લેન્સકાર્ટનું જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં ટ્રેનિંગ લેવા માટે ગયેલો. ત્યાં મને બીજા દિવસે કાઢી મૂકેલો કે તમારે આ શિખા અને તિલક ચાંદલો છે એ હટાવવો પડશે. જો તમે શિખા નહીં કાપો અને તિલક ચાંદલો નહીં હટાવો તો અમે તમને જોબ નહીં આપી શકીએ. અને હાથમાં જે આપણે ધર્મ રિલેટેડ જે ટેટૂ હોય તો એ પણ રિમૂવ કરવા કીધેલું. વિવાદની વચ્ચે કંપની દ્વારા માફી માગી, નવી ગાઈડલાઈન જાહેર કરી ડ્રેસકોડને લઈ ચાલી રહેલા વિવાદ વચ્ચે લેન્સકાર્ડ દ્વારા માફી માગવામાં આવી છે. આ સિવાય કંપની દ્વારા એક નવી અને પારદર્શી ઈન્ સ્ટોર સ્ટાઈ ગાઈડ જાહેર કરી છે. જેમાં કર્મચારીઓને નોકરીના સ્થળ પર પોતાના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકો પહેરવાની સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. We have heard you. Clearly and openly. Over the past few days, our community and customers have spoken - and we have listened.Today, we are standardizing our In-Store Style Guide and sharing it publicly and transparently: https://t.co/lC8KlLLUZmThese guidelines explicitly and…— lenskart (@Lenskart_com) April 18, 2026 લેન્સકાર્ડની નવી પોલિસીમાં હવે બિંદી, તિલક, સિંદૂર, કલાવા, મંગલસૂત્ર, કડા, હિજાબ અને પાઘડી જેવા આસ્થાના પ્રતીકોને સામેલ કરવામાં આવ્યા છે. કંપનીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, તે પોતાની ગાઈડલાઈનને સાર્વજનિક અને પારદર્શી બનાવી રહ્યા છે જેથી ગ્રાહકો અને સમાજની ચિંતાઓને દૂર કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    Blood bank ex-staffer arrested 6 months after children get HIV ‘following blood transfusion’
    Next Article
    દિલ્હીથી AAPનું સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્વે સુરતમાં ફંડિંગ!, ઇન્કમટેક્સની એન્ટ્રી:હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો, સીસીટીવીના આધારે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment