Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મતદારે લગાવ્યું બેનર: 'મત ભાજપને, પ્રચાર માટે ન આવવું':ઉમેદવારો સામે મતદારનો અનોખો વિરોધ

    1 day ago

    વલસાડ તાલુકાના દિવેદ ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક અનોખો વિરોધ સામે આવ્યો છે. અહીં એક મતદારે પોતાના ઘરની બહાર બેનર લગાવીને રાજકીય પક્ષોના ઉમેદવારોને પ્રચાર માટે ઘરે ન આવવા જણાવ્યું છે, જોકે તેમનો મત ભાજપને જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. દિવેદ ગામના અભિલાષ પટેલે લગાવેલા આ બોર્ડમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, "અમારો મત ભાજપને, પણ કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટે ઘરે આવવું નહીં." આ બેનર દ્વારા તેમણે ભાજપ પ્રત્યેની પોતાની વફાદારી દર્શાવી છે, પરંતુ સ્થાનિક ઉમેદવારો પ્રત્યેની નારાજગી પણ વ્યક્ત કરી છે.બન્યા છે. અભિલાષ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી ભાજપના સમર્થક છે અને તેમનો મત ભાજપને જ જશે. જોકે, વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બેઠકના ઉમેદવારો સાથેના ભૂતકાળના અનુભવો અને કેટલાક કિસ્સાઓમાં થયેલા 'અનાદર'ને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીના નામે કોઈપણ ઉમેદવાર ચૂંટણી જીતી જાય છે. પક્ષ અને નરેન્દ્ર મોદીના નામે જીત નિશ્ચિત હોવાથી પ્રચાર માત્ર એક ઔપચારિકતા જ રહી ગઈ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં લોકો પક્ષનો વિરોધ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં મતદાર પક્ષને સમર્થન આપીને વ્યક્તિગત ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ પ્રકારના બેનરો રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો વિષય
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ભાજપની સભા, પ્રશાંત કોરાટે કોંગ્રેસ પર પ્રહાર:સ્થાનિક ચૂંટણી પહેલાં રાજકીય માહોલ ગરમાયો, વિકાસ સંકલ્પ વ્યક્ત
    Next Article
    ભરૂચમાં વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ:10 ટીમો ભાગ લેશે, એકતા વધારવાનો ઉદ્દેશ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment