Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાના કિંગ બની ગયા 'બર્ગર કિંગ':અરાજકતા વચ્ચે પણ ટ્રમ્પે બર્ગરનો ઓર્ડર કર્યો, પોતે જ પાર્સલ લીધું; પેકેટ આપનાર મહિલાને આ ગિફ્ટ આપી

    13 hours ago

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ તેમના ઓવલ ઓફિસમાં એક બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. તેમણે "નો ટિપ ઓન ટેક્સ" પોલિસીને એક વર્ષ થયું તે નિમિત્તે આવું કર્યું હતું. હવે, ટ્રમ્પે તેના વિશે એક નિવેદન આપ્યું છે જેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. બર્ગર ઓર્ડર અંગે, ટ્રમ્પે કહ્યું કે રાજકારણમાં કેટલીક શરમજનક વસ્તુઓ દેખાડા માટે કરવી પડતી હોય છે. લાસ વેગાસમાં એક રેલીમાં ટ્રમ્પે કહ્યું, "અમે રાજકારણમાં આ વસ્તુઓ કરીએ છીએ. તે થોડી શરમજનક છે, પરંતુ અમે તે રીતે વસ્તુઓ કરીએ છીએ અને તમને તેનો ફાયદો થાય છે." સોમવારે, ઓનલાઈન ડિલિવરી સર્વિસ ડોરડેશની શેરોન સિમન્સ નામની એક મહિલાએ યુએસ રાષ્ટ્રપતિના ઓવલ ઓફિસમાં બે બેગ બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ પહોંચાડ્યા હતા. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે "નો ટિપ ઓન ટેક્સ" પોલિસીના કારણે સિમન્સે 11,000 ડોલર બચાવ્યા હતા. ટ્રમ્પે આ પબ્લિસિટી સ્ટંટને "વિચિત્ર" ગણાવ્યો. પહેલા આ તસવીરો જુઓ… અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોલિટિકલ મેસેજ પહોંચાડવા માટે ઓનલાઈન ફૂડ ડિલિવરીનો કીમિયો અપનાવ્યો. સોમવારે તેમણે તેમની ઓવલ ઓફિસમાં ડોરડેશ તરફથી મેકડોનાલ્ડ્સના બર્ગરનો ઓર્ડર આપ્યો, જ્યાં તેમણે ડિલિવરી કરવા આવેલા મહિલા શેરોન સિમોન્સને 100 ડોલરની ટિપ આપી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમની 'No Tax on Tips' પોલિસી પણ પ્રચાર કર્યો. ડોરડેશ ડ્રાઇવર શેરોન સિમોન્સ ડિલિવરી કરવા માટે ઓવલ ઓફિસ પહોંચી હતી. પહેલાં તો ટ્રમ્પે બારણું ખોલીને ઓર્ડર લેતાં તે આશ્ચર્યમાં પડી ગઈ હતી. પછી ટ્રમ્પે 100 ડોલરની ટીપ આપતાં તે ખુશખુશાલ થઈ ગઈ હતી. 2024માં ટ્રમ્પ કચરાની ટ્ર્કમા્ ચડી ગયા હતા તેમણે 2024 ના રાષ્ટ્રપતિ પ્રચાર દરમિયાનની એક ઘટનાને પણ યાદ કરી, જ્યારે તેમણે એક બર્ગર સપ્લાયરને ફ્રાઈસ પીરસ્યા હતા અને સેફ્ટી વેસ્ટ પહેરીને ઝુંબેશનો લોગો ધરાવતી કચરાના ટ્રકમાં ચઢી ગયા હતા. "તેઓ (પ્રચાર ટીમ) મેકડોનાલ્ડ્સ જેવા ઉન્મત્ત વિચારો લઈને આવે છે... જેમ કે કચરાના ટ્રકની ઘટના," તેમણે કહ્યું. વીડિયો સેકન્ડોમાં વાયરલ થઈ ગયો ડિલિવરી વિમેનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે દરવાજો ખટખટાવીને કહે છે, "મિસ્ટર પ્રેસિડન્ટ, મારી પાસે તમારા માટે ડોરડેશ ઓર્ડર છે." ટ્રમ્પ દરવાજામાંથી બહાર આવે છે અને ડિલિવરી કરવા આવેલી મહિલા પાસેથી બે મેકડોનાલ્ડ્સના પાર્સલ સ્વીકારે છે. પછી, રિપોર્ટરના કેમેરામાં જોતા તે કહે છે, "આ નકલી તો નથી લાગતું ને?" ત્યારબાદ સિમોન્સે ટ્રમ્પને કહ્યું કે "નો ટેક્સ ઓન ટિપ" પોલિસીથી તેમને કેટલો ફાયદો થયો છે. જ્યારે એક પત્રકારે શેરોન સિમોન્સને પૂછ્યું કે શું તેમને વ્હાઇટ હાઉસ તરફથી સારી ટિપ મળી છે, ત્યારે ટ્રમ્પે તરત જ 100 ડોલરની નોટ રજૂ કરી. સિમોન્સે ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો. “ટ્રમ્પની પોલિસીથી લાખો લોકોને ફાયદો” ટ્રમ્પે કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે સિમન્સને ટેક્સ નિયમ હેઠળ 11,000 ડોલર વધુ મળ્યા છે ત્યારે તેમણે ડિલિવરીની એરેન્જ કરી. તેમણે તેને શાનદાર ટેક્સ કપાત બિલ ગણાવીને કહ્યું, "મેં સાંભળ્યું છે કે તમને 11,000 ડોલર વધુ મળ્યા કારણ કે ટેક્સ બિલ ખૂબ મોટું હતું." વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર પણ નિશાન સાધ્યું અને તેમની પોલિસીની ટીકા કરી. તેમણે કહ્યું કે તેઓ તેમની નીતિઓના આધારે ચૂંટણી જીતી શકતા નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે પણ તેમના એકાઉન્ટ એક્સ પર આ વિશે પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, રાષ્ટ્રપતિ ટેક્સમાંથી ટિપ્સને મુક્તિ આપતા કાયદા પર હસ્તાક્ષર કરવા બદલ ટ્રમ્પનો આભાર, શેરોન હવે ગયા વર્ષે મળેલા 11,000 ડોલરનની ટિપ્સનો ઉપયોગ તેના પરિવારને ટેકો આપવા માટે કરી રહી છે. તેમણે ભાર મૂક્યો કે આ નીતિથી લાખો અમેરિકનોને કેવી રીતે ફાયદો થયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાને ટૉસ જીત્યો, કોલકાતા પહેલા બોલિંગ કરશે:5 મેચ હારી ચૂકેલી KKRને પહેલી જીતની તલાશ, RRનો કમબેકનો પ્રયાસ; વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર
    Next Article
    60 તોલા સોનું અને બાઉન્સરોના કાફલા સાથે હાઈવોલ્ટેજ પ્રચાર:સુરતમાં AAPના 'ગોલ્ડન ઉમેદવાર'એ કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment