Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 તોલા સોનું અને બાઉન્સરોના કાફલા સાથે હાઈવોલ્ટેજ પ્રચાર:સુરતમાં AAPના 'ગોલ્ડન ઉમેદવાર'એ કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યા

    18 hours ago

    સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આ ચૂંટણીમાં અનેક ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ખાસ ઉમેદવારે આખા સુરતનું ધ્યાન ખેંચ્યું છે. વોર્ડ નં. 1માંથી ચૂંટણી લડી રહેલા કલ્પેશ બારોટ હાલ 'ગોલ્ડન મેન' તરીકે પ્રખ્યાત થયા છે. તેઓ જ્યારે પ્રચારમાં નીકળે છે ત્યારે 60 તોલા સોનું અને તેમની સાથે ચાલતા બાઉન્સરો સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ સુધી ચર્ચાનો વિષય બન્યા છે. આમ આદમી પાર્ટીના આ 'ગોલ્ડન ઉમેદવાર'ની જીવનશૈલી અને તેમનો અંદાજ અન્ય તમામ ઉમેદવારો કરતા તદ્દન અલગ તરી આવે છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર 60 તોલા સોનું પહેરીને પ્રચાર કરે છે કલ્પેશ બારોટ જ્યારે વોર્ડ નં. 1ની ગલીઓમાં જનસંપર્ક માટે નીકળે છે, ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. આંગળીઓમાં સોનાની વીંટીઓ, હાથમાં ભારેખમ સોનાના બ્રેસલેટ અને ગળામાં જાડી સોનાની ચેન પહેરીને તેઓ મતદારો પાસે જાય છે. તેમની આ અનોખી સ્ટાઈલ જોઈને લોકો સ્તબ્ધ થઈ જાય છે. પ્રચાર દરમિયાન તેઓ 60થી 65 તોલા સોનું પહેરે છે, જેની બજાર કિંમત લાખોમાં થાય છે. આટલું સોનું પહેરીને સામાન્ય રીતે કોઈ બહાર નીકળતા ડરતું હોય છે, પરંતુ કલ્પેશભાઈ આત્મવિશ્વાસ સાથે મતદારો વચ્ચે ફરે છે. કહ્યું, ભાજપના 'ખરીદ-વેચાણ'ના ડરથી બોડીગાર્ડ રાખ્યા સૌથી ચોંકાવનારી વાત એ છે કે કલ્પેશ બારોટ ગુજરાતના કદાચ એવા પ્રથમ ઉમેદવાર હશે જેઓ પોતાના પ્રચારમાં ખાનગી બાઉન્સરો સાથે રાખે છે. તેમની સાથે કાયમ બે બાઉન્સરો રહે છે. આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આ બાઉન્સરો તેમના પારિવારિક મિત્રો જેવા છે. જોકે, તેમણે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, વિરોધ પક્ષના ઉમેદવારોની જે રીતે ખરીદ-વેચાણની રાજનીતિ ચાલી રહી છે, તેનાથી બચવા અને પોતાની સુરક્ષા માટે તેઓ આ વ્યવસ્થા રાખે છે. એફિડેવિટમાં 90 લાખના ગોલ્ડનો ખુલાસો ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં કલ્પેશ બારોટે પોતાની મિલકતોનો વિગતવાર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, તેમની પાસે અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતનું સોનું છે. તેમની પાસે રહેલી સ્થાવર અને જંગમ મિલકતોની વિગતો પણ એફિડેવિટમાં દર્શાવવામાં આવી છે. કલ્પેશભાઈનું કહેવું છે કે, તેમણે કંઈ પણ છુપાવ્યું નથી અને જે છે તે જનતાની સામે પારદર્શક રીતે રજૂ કર્યું છે. મોટી માત્રામાં સોનું પહેરીને પ્રચાર કરતાં જનતામાં કુતૂહલ સોનાના શોખને કારણે જ આજે તેઓ સુરતની જનતામાં 'ગોલ્ડન ઉમેદવાર' તરીકે ઓળખાઈ રહ્યા છે. કલ્પેશ બારોટ માટે સોનું પહેરવું એ માત્ર ચૂંટણીનો દેખાડો નથી. તેઓ વર્ષોથી સોનું પહેરવાના શોખીન છે. તેમના મતે, આ તેમની એક વર્ષો જૂની ઓળખ છે. લોકો તેમને સોનામાં લદાયેલા જોઈને નવાઈ પામતા હોય છે, પરંતુ તેના વિસ્તારના લોકો માટે આ નવું નથી. જોકે, ચૂંટણીના મેદાનમાં જ્યારે આટલી મોટી માત્રામાં સોનું પહેરીને ઉમેદવાર ઉતરે ત્યારે વિરોધ પક્ષો અને સામાન્ય જનતામાં કુતૂહલ જાગવું સ્વાભાવિક છે. તેઓ માને છે કે તેમનું સોનું એ તેમની મહેનતની કમાણી છે. 'મતદારોના આશીર્વાદ અને મિત્રો મારી સાથે છે, ત્યાં સુધી કોઈ જોખમ નથી' જ્યારે કલ્પેશભાઈને પૂછવામાં આવ્યું કે આટલું સોનું પહેરીને નીકળવામાં જોખમ નથી લાગતું?. ત્યારે તેમણે સણસણતો જવાબ આપ્યો હતો. વધુમાં તેમણે એક મેસેજ આપતા કહ્યું કે, વર્તમાન સમયમાં જનતાએ સરકાર પર ભરોસો રાખવા કરતા પોતાની સુરક્ષા પોતે જ કરવી જોઈએ. તેમનો આ મેસેજ સુરતના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ આંગળી ચીંધે છે. 'ગોલ્ડન ઉમેદવાર'ને જોતા જ લોકો સેલ્ફી લે છે વોર્ડ નં. 1ના રહીશો માટે કલ્પેશ બારોટનો પ્રચાર એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઘણા લોકો તેમને જોવા માટે ઘરની બહાર નીકળે છે તો ઘણા તેમની સાથે સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ આદમી પાર્ટી માટે આ એક 'ક્રાઉડ પુલર' વ્યૂહરચના સાબિત થઈ રહી હોય તેવું લાગે છે. સામાન્ય રીતે સાદગીની રાજનીતિ કરતી પાર્ટીમાં આટલા ભપકાદાર ઉમેદવાર હોવા છતાં, કલ્પેશભાઈ દાવો કરે છે કે તેઓ જમીની સ્તરના કાર્યકર છે અને લોકોની સમસ્યાઓ સમજે છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના કિંગ બની ગયા 'બર્ગર કિંગ':અરાજકતા વચ્ચે પણ ટ્રમ્પે બર્ગરનો ઓર્ડર કર્યો, પોતે જ પાર્સલ લીધું; પેકેટ આપનાર મહિલાને આ ગિફ્ટ આપી
    Next Article
    ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડીયારું:શા માટે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન? જાણો રેલવે સ્ટેશન પર મુસાફરોની દયનીય સ્થિતિના કારણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment