Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના દેવલ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ:છઠ્ઠા માળે શોર્ટ સર્કિટથી આગ, કોઈ જાનહાનિ નહીં

    4 days ago

    નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલા દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આજે આગ લાગવાની ઘટના બની હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, દેવલ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના રહીશો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આગ લાગી ત્યારે ફ્લેટમાં હાજર લોકો સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આગના કારણે ઘરમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલ ફાયર વિભાગ દ્વારા કુલ કેટલું નુકસાન થયું છે અને આગ લાગવાનું સચોટ કારણ શું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    NSEના અનલિસ્ટેડ શેર ₹2,075 થી ઘટીને ₹1,885 પર આવ્યા:નવા રોકાણકારો OFSમાં ભાગ લઈ શકતા નથી; જૂનમાં IPO આવવાની અપેક્ષા
    Next Article
    દિલ્હીથી AAPનું સ્થાનિક ચૂંટણી પૂર્વે સુરતમાં ફંડિંગ!, ઇન્કમટેક્સની એન્ટ્રી:હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો, સીસીટીવીના આધારે તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment