Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં અખાત્રીજે ખેડૂતોએ ખેતીના શ્રીગણેશ કર્યા:ચનસર ગામે પરંપરાગત રીતે ધરતી પૂજન; બળદને ચાંદલો કરી, નાળાછડી બાંધી અને ગોળ ખવડાવાયો

    4 days ago

    અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના પર્વને ખેડૂતો દ્વારા અત્યંત શુભ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસને કૃષિ ક્ષેત્રે નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. માન્યતા મુજબ, આ દિવસે કરવામાં આવેલી કોઈપણ શરૂઆત અક્ષય ફળ આપે છે. આ પરંપરાને જાળવી રાખીને મહીસાગર જિલ્લાના ચનસર ગામ સહિત સમગ્ર પંથકમાં ખેડૂતોએ સારા પાક અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ખેતી કાર્યનો વિધિવત પ્રારંભ કર્યો છે. બળદ અને આધુનિક સાધનોનું પૂજન ચનસર ગામમાં ખેડૂતોએ પરંપરાગત રીતિ-રિવાજો અનુસાર ખેતી કાર્ય શરૂ કર્યું હતું. સવારે વહેલા ઉઠીને ખેડૂતોએ પશુધનની સેવા કરી બળદની પૂજા કરી હતી. બળદને ચાંદલો કરી, નાળાછડી બાંધી અને ગોળ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. આધુનિક યુગને અનુરૂપ ખેડૂતોએ ટ્રેક્ટર અને અન્ય ખેતીના સાધનોની પણ પૂજા અર્ચના કરી હતી. 7 પ્રકારના ધાન્યનું વાવેતર સાધનોની પૂજા કર્યા બાદ ધરતી માતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. શુભ મુહૂર્તમાં 7 પ્રકારના ધાન્યનું વાવેતર કરી, ખાતર અને પાણીનું સિંચન કરીને વાવણીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા ખેડૂતોએ આગામી સિઝનમાં મબલખ પાક ઉતરે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંપરા અને આધુનિકતાનો સમન્વય સ્થાનિક ખેડૂત ખેમા પટેલના જણાવ્યા અનુસાર, દર વર્ષે અખાત્રીજના દિવસે વહેલી સવારે બળદને તૈયાર કરી ખેતરમાં લાવવામાં આવે છે. ત્યાં પૂજન વિધિ બાદ અનાજ વાવીને પ્રભુ પાસે સારો વરસાદ અને સારી આવક માટે પ્રાર્થના કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ખેતીમાં નવી ટેક્નોલોજી અને મશીનરીનો વપરાશ વધ્યો છે, તેમ છતાં મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે પણ બળદ આધારિત પરંપરાગત ખેતી જીવંત જોવા મળે છે. આમ, ખેડૂતોએ આસ્થા અને આધુનિકતાના સમન્વય સાથે નવા કૃષિ વર્ષની હર્ષોલ્લાસ સાથે શરૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    Who is the player making Pep Guardiola’s heart go “…pff” ahead of Man City-Arsenal decider?
    Next Article
    હનુમાન મંદિર બચાવવા ભાજપના જ ગઢમાં ઊભો કરાયો અપક્ષ ઉમેદવાર:વોર્ડ નં. 11 અડાજણમાં અશાંતધારાના વિવાદ વચ્ચે સ્થાનિકોએ મેદાને ઉતાર્યો પોતાનો ઉમેદવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment