Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું:શા માટે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન? જાણો રેલવે સ્ટેશન પર મુસાફરોની દયનીય સ્થિતિના કારણો

    10 hours ago

    ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું.અંત્યોદય ટ્રેન માટે 2-2 કિમીની લાંબી લાઈનો લાગી.ન માથે શેડ ન પીવાના પાણીની સુવિધા... ધોમધખતા તાપ વચ્ચે 16 -16 કલાકોથી મુસાફરો વતનની વાટે જવા ટ્રેનની રાહમાં છે..કોઈ પત્નીની અસ્થિઓ હાથમાં લઈને લાઈનમાં છે.. તો કોઈ આકરા તાપમાં બેભાન થયું..પીવાના પાણી માટી પડાપડી થઈ.. બાળકો- વૃદ્ધો સૌ પરેશાન.. આખરે કેમ રેલવે સ્ટેશન બન્યુ યુદ્ધનું મેદાન..ઉનાળું વેકેશન અને લગ્નસરાની સિઝનને કારણે લોકોનો ધસારો વધ્યો છે. તો મિડલ ઈસ્ટમાં ચાલતી યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ સિલિન્ડરની અછત છે.ખાવા-પીવાની વ્યવસ્થા ન થતા લોકો વતન પરત જઈરહ્યા છે. આ જ કારણો છે કે રેલવે સ્ટેશન પર ક્ષમતા કરતા વધુ લોકો પહોંચ્યા.. પણ વાંક માત્ર પરિસ્થિતિનો જ નથી..કારણોથી વાકેફ હોવા છતાં તંત્રએ યોગ્ય આયોજન ન કર્યું.. લોકોનો મોટી માત્રામાં ધસારો હોવા છતાં માત્ર બે જ ટ્રેનો રિઝર્વ્ડ રાખવામાં આવી. જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો. અને તંત્રને પણ પરિસ્થિતિ કંટ્રોલમાં લેવામાં આંખે પાણી આવી ગયા. હાલ તો બંને ટ્રેનો રવાના થઈ ગઈ છે.. જો કે કેટલાંક મુસાફરો એવા પણ છે,, જેમને ખૂબ રાહ જોયા પછી પણ ટ્રેનમાં જગ્યા ન મળી અને તેમણે વીલા મોઢે પાછા જવું પડ્યું.વીડિયોમાં જુઓ સ્ટેશન પર મુસાફરોની અમાનવીય દશા..
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- TMCએ બંગાળની દીકરીઓ સાથે દગો કર્યો:મમતાનો દાવો- PM સત્તા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે
    Next Article
    પાળીયાદ-રાણપુર રોડ પર અકસ્માતમાં 2ના મોત:બાઈકસવાર પરિવારને કારે ઉલાળ્યો, એક મહિલા અને પુરૂષનું પ્રાણપંખેરું ઉડી ગયું, એક બાળક સહિંત 2ને રાજકોટ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment