Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોશિયલ મીડિયામાં યુવકને સીન સપાટા કરવા ભારે પડ્યા:ચોરવાડમાં યુવકને લક્ઝરી કારના સ્ટેયરીંગ પરથી હાથ હટાવી રીલ બનાવવી ભારે પડી; ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા નીકળેલા યુવકની સીન-સપાટા બાદ પોલીસ મથકે હવાતિયાં.

    4 days ago

    આજના ડિજિટલ યુગમાં યુવા ધન સોશિયલ મીડિયાના રવાડે ચડ્યું છે. લાઈક્સ, વ્યૂઝ અને ફોલોવર્સ મેળવવાની હોડમાં યુવાનો પોતાની અને અન્યની જિંદગીની કિંમત ભૂલી રહ્યા છે. ફેમસ થવાની ઘેલછામાં ક્યારેક જીવના જોખમે સેલ્ફી લેવી, તો ક્યારેક ચાલુ બાઈકે સ્ટંટ કરવા જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવો જ એક કિસ્સો જૂનાગઢના ચોરવાડમાં સામે આવ્યો છે, જ્યાં એક યુવકે લક્ઝરી કારમાં સ્ટેયરીંગ પરથી હાથ મૂકી, છૂટા હાથે ગાડી ચલાવતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો અને આખરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. ​હાલમાં સોશિયલ મીડિયા જાણે કે એક વ્યસન બની ગયું છે. ખાસ કરીને યુવાનોમાં ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને ફેસબુક સ્ટોરીઝ માટે ગમે તે હદ સુધી જવાની વૃત્તિ વધી રહી છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે યુવકોને ખ્યાલ નથી હોતો કે રસ્તા પર કરવામાં આવતા આ સ્ટંટ ક્યારેક જિંદગીનો છેલ્લો સ્ટંટ બની શકે છે. આ પ્રકારના કૃત્યો માત્ર સ્ટંટ કરનાર માટે જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જૂનાગઢ પોલીસે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ આવા તત્વો સામે લાલ આંખ કરી છે. ​ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ફુલરામા બરડા વાડી વિસ્તારનો હિતેશભાઈ બાબુભાઈ જોરા નામનો યુવક પોતાની ફોર વ્હીલર કાર ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને વીડિયો શૂટ કરવા માટે તેણે સ્ટેયરીંગ પરથી હાથ હટાવી લીધા હતા. માનવ જિંદગી જોખમાય તે રીતે જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન ચલાવી, તેના સીન-સપાટાનો વીડિયો સોશિયલ મીડિયા આઈડી પર અપલોડ કર્યો હતો. આ વીડિયો પોલીસના ધ્યાને આવતા જ જૂનાગઢ પોલીસ અધિક્ષક અને માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ​ચોરવાડ પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.આઈ. રાઠોડ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને વીડિયોના આધારે આ ઈસમની ઓળખ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હિતેશ જોરાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવ્યો હતો. જે યુવક થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર 'હીરો' બનવા નીકળ્યો હતો, તે પોલીસના સકંજામાં આવતા જ ફિક્કો પડી ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ જાહેર જનતાનો જીવ જોખમમાં મૂકવા બદલ અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને વિડીયો બનાવનાર યુવકે પોલીસ પાસે માફી માગી હતી. ​આજના સમયમાં સોશિયલ મીડિયાનું વળગણ એટલું હદ સુધી વધી ગયું છે કે યુવાનો ફિલ્મી સ્ટંટને હકીકત માની બેસે છે. ફિલ્મોમાં આ સ્ટંટ નિષ્ણાતોની દેખરેખ હેઠળ અને સુરક્ષિત વાતાવરણમાં થતા હોય છે, જ્યારે સામાન્ય રસ્તાઓ પર આવા પ્રયોગો મોતને નિમંત્રણ આપવા સમાન છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી મારફતે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નામે કાયદાનું ઉલ્લંઘન કરનારા અને લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનારાઓને સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. ​પોલીસની આ કડક કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર જોખમી રીલ્સ બનાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના સંતાનો સોશિયલ મીડિયા પર શું કરી રહ્યા છે અને કઈ રીતે વાહન ચલાવે છે તેના પર દેખરેખ રાખે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
    Click here to Read More
    Previous Article
    પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટે. પર અફરાતફરી:મહિલાઓ અણીદાર બેરીકેડ કુદી અને લોકો બેભાન થયા, બાળકોની ચીસો નીકળી
    Next Article
    "We Do Embarrassing Things In Politics": Trump On McDonald's Order Stunt

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment