Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણીની લૂંટ ને પોલીસનો લાઠીચાર્જ, ઉધના રેલવે સ્ટે. પર અફરાતફરી:મહિલાઓ અણીદાર બેરીકેડ કુદી અને લોકો બેભાન થયા, બાળકોની ચીસો નીકળી

    4 days ago

    સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વધુ એકવાર ભીડ અને અફરાતફરી મચી ગઈ છે. લાંબા સમયથી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં રેલવે તંત્ર નિષ્ફળ રહ્યું છે. ઉનાળાના વેકેશનની શરૂઆત થતા જ પરપ્રાંતીયોએ વતન તરફ દોટ મૂકી છે, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. મુસાફરો 16 કલાકથી ભૂખ્યા-તરસ્યા 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ભીડ એટલી હદે વધી ગઈ છે કે કાબૂમાં લેવામાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ દરમિયાન કેટલીક મહિલાઓ સાથે બાળકો હતા અને સ્થિતિ વણસતા તેઓ રડવા લાગ્યા હતા. માત્ર એટલું જ નહીં, મહિલાઓ અણીદાર બેરિકેડ કુદાવ્યા હતા. 8000થી વધુ મુસાફરોની સામે માત્ર બે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી આ સ્થિતિ સર્જાઈ હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફર બેભાન થઈ ગયા હતા. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે મુસાફરોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. પીવાના પાણીની તીવ્ર અછત વચ્ચે જ્યારે પાણીની વ્યવસ્થા કરવામાં આવી, ત્યારે લોકો એકબીજાના હાથમાંથી પાણીની બોટલો લૂંટતા હોય તેવા ભયાનક દૃશ્યો સામે આવ્યા હતા. આ ભીડમાં એક હૃદયદ્રાવક કિસ્સો પણ જોવા મળ્યો હતો, જેમાં એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈ કલાકો સુધી ટ્રેનમાં ચઢવા માટે આમતેમ રઝળતો રહ્યો હતો. હાલમાં પણ રેલવે સ્ટેશન પર મુસાફરોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ છે. ચાર-પાંચ એક્સ્ટ્રા અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવી: રેલવે અધિકારી જ્યારે રેલવે વિભાગના અધિકારીઓ બચાવમાં આવ્યા છે. રેલવે ઓફિસર શ્રવણકુમાર મેઘવાલે જણાવ્યું કે ભીડને જોતા અમે પ્રી-પ્લાનિંગ કર્યું છે અને ચાર-પાંચ એક્સ્ટ્રા અનરિઝર્વ્ડ ટ્રેનો ચલાવી છે. રાત્રે 1:30 વાગ્યે એક ટ્રેન 4000 મુસાફરોને લઈને રવાના થઈ હતી. ત્યારબાદ સવારે પણ અંત્યોદય અને તાપ્તી ગંગા જેવી ટ્રેનો દ્વારા હજારો મુસાફરોને મોકલવામાં આવ્યા છે. 6 ટ્રેનોની માગ સામે 6 ટ્રેનો દોડાવવામાં આવી હોવાનો દાવો રેલવે કરી રહ્યું છે, પરંતુ ગ્રાઉન્ડ પરની ભીડ આ દાવાઓને પોકળ સાબિત કરે છે. ભારે ભીડ વચ્ચે પત્નીની અસ્થિ લઈ ઊભેલા યુવકની વેદના અભાજીત બિંદ નામનો યુવક તેની 25 વર્ષીય સ્વર્ગસ્થ પત્ની નીલમ દેવીની અસ્થિઓ લઈને પ્રયાગરાજ જવા માટે ગઈકાલ રાતથી વલખા મારી રહ્યો હતો. પત્નીના અવસાન બાદ તેની અંતિમ ઈચ્છા મુજબ ગંગામાં અસ્થિ વિસર્જન કરવા માટે પરિવાર સાથે નીકળેલા અભાજીતને સ્ટેશન પરની ભીડને કારણે ટ્રેનમાં ચઢવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. કલાકો સુધી સ્ટેશન પર અટવાયેલા આ પરિવારની મજબૂરી અને વેદના જ્યારે રેલવે પોલીસના ધ્યાને આવી, ત્યારે માનવતા દાખવીને પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. રેલવે પોલીસની મદદથી આખરે પરિવારને તાપી ગંગા ટ્રેનમાં સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા હતા, જેથી તેઓ સમયસર પ્રયાગરાજ પહોંચી પત્નીની અસ્થિઓનું વિસર્જન કરી શકે. વર્ષો જૂની સમસ્યા, છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું સુરતમાં વસતા લાખો શ્રમિકો હોળી, દિવાળી કે ઉનાળાની રજાઓમાં વતન જવા માટે ઉધના સ્ટેશનનો આશરો લે છે. વર્ષોથી આ સમસ્યા યથાવત છે, છતાં રેલવે પ્રશાસન દ્વારા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સ્ટેશનની બહાર માત્ર દોઢ હજાર લોકોની ક્ષમતા ધરાવતો એક શેડ બનાવવામાં આવ્યો છે. જ્યારે મુસાફરોની સંખ્યા હજારોમાં હોય છે, જેના કારણે યાત્રીઓ સ્ટેશનથી 2 કિલોમીટર લાંબી લાઈન લગાવીને રોડ પર બેસવા મજબૂર બન્યા છે. 40 ડિગ્રી ગરમીમાં બાળકો અને વૃદ્ધોની હાલત નાજુક સુરતમાં અત્યારે અંગ દઝાડતી 40 ડિગ્રી ગરમી પડી રહી છે. આવી કાળઝાળ ગરમીમાં મુસાફરો 14 થી 16 કલાક સુધી ખુલ્લા આકાશ નીચે લાઈનમાં ઉભા રહે છે. સૌથી ગંભીર બાબત એ છે કે લાઈનમાં ઉભેલા નાના બાળકો અને વૃદ્ધો માટે પીવાના પાણી કે શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી. જો કોઈ મુસાફર લાઈન છોડીને પાણી પીવા જાય, તો તેનો ક્રમ જતો રહે છે અને લાઈનમાં ફરી પાછળ જવું પડે છે, જેના કારણે લોકો તરસ્યા-તરસ્યા લાઈનમાં જ જકડાઈ રહે છે. સંવેદનશીલ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ જે વિસ્તારમાં મુસાફરોની કિલોમીટરો લાંબી લાઈન લાગે છે, તે વિસ્તાર સંવેદનશીલ ગણાય છે. રાત્રિના સમયે અહીં સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા નથી, જેના કારણે મુસાફરો અંધારામાં બેસી રહે છે. રેલવે તંત્રના દાવાઓ મુજબ સુરક્ષાની મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં મહિલાઓ અને બાળકો સાથે અંધારામાં કલાકો સુધી બેસી રહેવું અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. રેલવે વિભાગની આ અરાજકતા પર પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. PROનો જવાબ-લાઈટની શું જરૂર છે? આ ગંભીર પરિસ્થિતિ અંગે જ્યારે દિવ્ય ભાસ્કરે રેલવેના PRO અનુભવ સક્સેના સાથે વાત કરી, ત્યારે તેમણે આશ્ચર્યજનક નિવેદન આપ્યું કે, ત્યાં લાઈટની શું જરૂર છે? કારણ કે લાઈન તો દિવસ દરમિયાન હોય છે. આજે અચાનક મોટી સંખ્યામાં મુસાફરો આવી જવાથી આ સ્થિતિ સર્જાઈ છે, આ દર વખતની સમસ્યા નથી. અમે વધારાની ટ્રેનોની માંગ કરી છે અને ટૂંક સમયમાં મુસાફરોને સુવિધા મળી રહેશે." અધિકારીના આ નિવેદને રેલવેની સંવેદનહીનતા છતી કરી દીધી છે. સુવિધાના અભાવે મુસાફરોમાં રોષ, રિફંડ વગર પરત ફરવા મજબૂર ભારે અરાજકતા વચ્ચે ટ્રેનમાં બેસવાની પૂરતી સુવિધા કે જગ્યા ન મળતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ગીચતા અને વ્યવસ્થાના અભાવે કંટાળીને ઘણા યાત્રીઓ મુસાફરી પડતી મૂકીને પરત ફર્યા હતા. આ પરિસ્થિતિમાં મુસાફરોનો આક્રોશ ત્યારે વધુ ભભૂક્યો જ્યારે રેલવે તંત્ર દ્વારા ટિકિટના પૈસા પરત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. એક તરફ મુસાફરીનો હક છીનવાયો અને બીજી તરફ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા મુસાફરોમાં તંત્રની બેદરકારી સામે ભારે નારાજગી જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    'મહિલા અનામત બિલનો વિરોધ કરનાર કોંગ્રેસનો હિસાબ દેશની મહિલાઓ કરશે':કમલમમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે, અમદાવાદમાં મેવાણીનો એક ઉમેદવાર માટે ઘરે-ઘરે પ્રચાર
    Next Article
    સોશિયલ મીડિયામાં યુવકને સીન સપાટા કરવા ભારે પડ્યા:ચોરવાડમાં યુવકને લક્ઝરી કારના સ્ટેયરીંગ પરથી હાથ હટાવી રીલ બનાવવી ભારે પડી; ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા નીકળેલા યુવકની સીન-સપાટા બાદ પોલીસ મથકે હવાતિયાં.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment